Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મદુરાઈના અમ્મન મંદિરમાં ભયાનક આગ : ૧૦ દુકાનો સંપૂર્ણ ખાખ : ૬૦ ફાયર ફાઈટરો કામે લગાડાયા

તામિલનાડુના મદુરાઈ ખાતે આવેલ સુપ્રસિદ્ધ અમ્મન મંદિરના પટાંગણમાં ભીષણ આગ લાગી છે : આગમાં ૧૦ દુકાનો સંપૂર્ણ સળગી ગઈ છે : જો કે મંદિર આ આગમાંથી બચી ગયુ છે, મંદિરના પૌરાણીક દરવાજાને પણ આગમાંથી બચાવી લેવાયુ છે : રમકડાની દુકાનમાં આગ લાગતા આ આગ ભયાનક રીતે ફેલાઈ ગઈ હતી : આગની ભયંકરતાનો અંદાજ એ વાતથી આવી શકે છે કે આ આગ ઠારવા માટે ૬૦ ફાયર ફાઈટરો કામે લગાડાયા હતા : ૫ કલાક પછી આગ કાબુમાં આવેલ : મંદિરની અંદર ટાવરમાં કબૂતરોએ બનાવેલા સેંકડો ઘર સળગી ગયા હતા

(12:40 pm IST)
  • અમદાવાદમાં અધિક મદદનીશ ઈજનેર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા : ધોળકા તાલુકા પંચાયતના અધિક મદદનીશ એન્જીનિયર વિકાસ કામના બીલ મંજૂર કરવા લાંચ લેતા ઝડપાયા : એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી લીધા access_time 5:54 pm IST

  • વેરાવળના ડાભોર ગામે નવજાત બાળકી મળી : બાવળની જાળીમાં કોઈએ તરછોડી દીધેલી માસૂમ બાળકીને પોલીસે સારવાર હેઠળ ખસેડી access_time 5:54 pm IST

  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST