Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

એર ઇન્ડિયાની નીલામી થશે, જૂન મહિના સુધીમાં મળશે નવો માલિક

૫૦,૦૦૦ કરોડના દેવામાં છે એર ઇન્ડિયા

નવી દિલ્હી તા. ૩ : એર ઈન્ડિયાના નવા માલિકનું નામ જૂન મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસમ્બર સુધીમાં આ ડીલને લગતી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવે અને ત્યાર પછી નીલામીમાં જીતનારને સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવશે.

 

એર ઈન્ડિયાને પાંચ હિસ્સામાં વહેંચી દેવાયુ છે. આમાંથી ચાર હિસ્સા વેચી દેવામાં આવશે. આમાંથી એક હિસ્સો એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એકસ્પ્રેસ અને AISETS છે, બીજો હિસ્સો ગ્રાઉન્ડ હેન્ડલિંગ યુનિટ છે. ત્રીજો હિસ્સો એન્જિનિયરિંગ યુનિટ અને ચોથો એલાયંસ એર છે. પાંચમા હિસ્સા SVPને સરકાર પોતાની પાસે રાખવા માંગે છે.

 

SVPમાં એર ઈન્ડિયાનું અસ્થિર દેવુ, જમીન અને અમૂલ્ય આર્ટ કલેકશન છે જેને એર ઈન્ડિયાએ ઘણા વર્ષોમાં ભેગુ કર્યું છે. એર ઈન્ડિયાના માથે લગભગ ૫૦ હજાર કરોડનું દેવુ છે. આ દેવુ ૭૦ હજાર કરોડ જેટલુ પણ ગણી શકાય. તેને પાંચ ભાગમાં વહેંચી દેવામાં આવશે.

બજેટના એક દિવસ પછી ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ એર ઈન્ડિયાની બેલેન્સશીટ રજૂ કરી હતી. તેમણે વેલ્યુ અને રેવન્યુના હિસાબે એર ઈન્ડિયાને ભારતની સૌથી મોટી 'એકસરસાઈઝ'ગણાવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર સરકારને આશા છે કે જૂનના અંત સુધીમાં તેમને એર ઈન્ડિયાનો નવો માલિક મળી જશે. આ પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

તેમણે જણાવ્યું કે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ ત્રણ ફેઝમાં પૂર્ણ થશે. જયંત સિંહાએ જણાવ્યું, અમે જલ્દીજ આ ચાર હિસ્સાને લઈને ઈન્ફોર્મેશન મેમોરેન્ડમ જાહેર કરીશું. તેમાં બધી જ લાગતીવળગતી માહિતી હશે. તેમાં રસ દાખવનારી પાર્ટી પોતાના રસના યુનિટ્સ માટે બોલી લગાવશે અને તેમને તેની માલિકી સોંપી દેવામાં આવશે.(૨૧.૧૧)

(10:23 am IST)