Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કોઇએ તમારી વિરૂધ્ધ ખોટી FIR કરી હોય તો આ રીતે બચી શકો છો

શું છે પ્રક્રિયા? જાણો...

નવી દિલ્હી તા. ૩ : જો કોઈ તમારા વિરુદ્ઘ ખોટી FIR કરે તો તમે તેને ચેલેન્જ કરી શકો છો. જો તમારી દલીલો યોગ્ય અને સાચી ઠરશે તો તમને કોર્ટમાંથી રાહત મળી શકે છે. તો, અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે ખોટી FIR સામે કઈ રીતે બચી શકાય.

કોઈ તમારા વિરુદ્ઘ ખોટી FIR કરે તો તમે આ કલમ હેઠળ તેને ચેલેન્જ કરી શકો છો. તમે વકીલ દ્વારા હાઈકોર્ટમાં રિકવેસ્ટ કરી શકો છો. તેની સાથે જ તમે તમારા નિર્દોષ હોવાના પ્રમાણ પણ આપી શકો છો. જેમાં તમે વીડિયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ, ફોટોગ્રાફસ અને કોકયૂમેન્ટ્સ પણ જોડી શકો છો.

જો તમે FIR વિરુદ્ઘ હાઈકોર્ટમાં અપીલ કરવા માગતા હોવ તો તમારે એક ફાઈલ તૈયાર કરવી પડશે. આ ફાઈલમાં FIRની કોપીની સાથે સબૂત રજૂ કરવા પડશે. તમે વકીલના માધ્યમથી ફાઈલ તૈયાર કરાવી શકો છો. જો તમારા પક્ષમાં કોઈ સાક્ષી હોય તો તેનો ઉલ્લેખ પણ તમે કરી શકો છો.

ચોરી, મારપીટ, બળાત્કાર અને અન્ય કોઈ મામલે તમને ષડયંત્ર કરીને ફસાવવામાં આવ્યા હોય તો તમે હાઈકોર્ટમાં અપીલ કરી શકો છો. હાઈકોર્ટમાં કેચ ચાલુ થઈ જવાથી પોલીસ તમારી વિરુદ્ઘ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકશે નહીં. જો તમારા વિરુદ્ઘ વોરંટ જારી કરવામાં આવે તો પણ કેસ ચાલુ થઈ જવાથી તમારી ધરપકડ પોલીસ કરી શકશે નહીં. કોર્ટ તપાસ અધિકારીને તપાસના આદેશ પણ આપી શકે છે.(૨૧.૬)

(9:53 am IST)