Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પગાર પર આવકવેરાની ફરતી કાતર વચ્ચે ડિડકશન કયાં - કયાં મળે છે?

સ્ટાન્ડર્ડ ડિડકશન હેઠળ રૂ. ૪૦,૦૦૦ સુધીની રાહત મળી શકે છે

નવી દિલ્હી તા. ૩ : આ વખતે બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ સ્ટાન્ડર્ડ ડિડકશન ફરી આવ્યું છે અને તેના દ્વારા થોડી રાહત આપવામાં આવી છે. કરદાતાને તેના દ્વારા ૪૦ હજાર રૂપિયાની રાહત મળી શકે છે. આ ઉપરાંત આવકવેરાની કલમ 80C, 80CCC અને 80CCD જેવી કલમ હેઠળ પણ રાહત મળે છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે આ તમામ રાહતો મહત્ત્।મ દોઢ લાખ રૂપિયા સુધી મળી શકે છે. કઈ-કઈ યોજના અંતર્ગત રોકાણ કરવાથી આ રાહત મળી શકે છે તેના પર એક નજર કરીએ : પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF), એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ(EPF), બેન્ક ફિકસ્ડ ડિપોઝીટ(FD), સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ, હોમ લોન રિપેમેન્ટમાં પ્રિન્સિપલ એમાઉન્ટ(મૂળ રકમ) તરીકે અપાતી રાહત, જીવન વીમા પોલિસી માટે ચૂકવાતું પ્રીમિયમ, નેશનલ સેવિંગ્સ સ્કીમ(NSC), ઈકિવટી લિન્કડ સેવિંગ્સ સ્કીમ(ELSS), સુકન્યા સમૃદ્ઘિ યોજના અંતર્ગત થતું રોકાણ, નેશનલ પેન્શન સ્કીમ(NPS)માં મહત્ત્।મ ૫૦ હજાર રૂપિયા, સ્ટેમ્પ ડ્યૂટી, વડાપ્રધાન સહાયતા કોષમાં યોગદાન(80G), રાજકીય પક્ષોને અપાતું ફંડ(80GGC).

દોઢ લાખ રૂપિયા ઉપરાંત રાહત નીચે મુજબ મળી શકે

   80D : હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ૬૦ વર્ષથી ઓછી વયના નાગરિક હોય તો ૨૫,૦૦૦ રૂપિયા સુધી અને ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકો હોય તો ૫૦,૦૦૦ રૂપિયા સુધી.

   80DDB : ગંભીર બીમારી પર થતા ખર્ચ પર એક લાખ રૂપિયા સુધીની છુટ(વૃદ્ઘો માટે).

   24B : હોમ લોનના રિપેમેન્ટમાં વ્યાજની રકમ પર છુટ. મહત્ત્।મ બે લાખ રૂપિયા સુધી મળી શકે.

   80E : ઉચ્ચ અભ્યાસ માટે લેવાયેલી એજયુકેશનલ લોનની પરત ચૂકવણીમાં વ્યાજની રકમ પર(તેમાં કોઈ મર્યાદા નથી).

(9:48 am IST)