Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

સુસાઇડ ટ્રી જાહેર થયું ભારતમાં જોવા મળતું સરબેરા ઓડોલમ પ્રજાતિનું વૃક્ષ

નવી દિલ્હી,તા.૩: સુંદર દેખાતી વસ્તુઓ કયારેક ખતરનાક અને જીવલેણ પણ બની શકે છે. આ વાત ભારત અને દક્ષિણ એશિયામાં જોવા મળતા એક વૃક્ષ પર પણ લાગુ પડે છે. આ વૃક્ષનું નામ છે સરબેરા ઓડોલમ. ભારતના પશ્યિમ દ્યાટના દલદલવાળા વિસ્તારોમાં જોવા મળતા આ વૃક્ષને કારણે દર સપ્તાહે એક વ્યકિતનું મોત થાય છે.

દેખાવમાં આ વૃક્ષનાં ફૂલ તારાના આકાર જેવાં છે અને એની કળીનો રંગ પીળો હોય છે. એનાં પાન લાંબાં અને ચમકદાર હોય છે. એનું જે ફળ છે એ નાનું અને દૂરથી કેરી જેવું લાગે છે, જેને ઓથાલાંગા કહેવાય છે. આ વૃક્ષની લંબાઈ સરેરાશ ૩૦ ફુટ જેટલી હોય છે. જોકે એના ફળનું બીજ સૌથી ખતરનાક છે. એના બીજમાં સરબેરિન નામનું કેમિકલ જોવા મળે છે, જે માણસના હાટરેટને ધીમો કરી નાખે છે અને એનાથી વ્યકિતનું મોત થાય છે. જે રીતે કોઈ ઝેરીલું ઇન્જેકશન હાર્ટ પર અસર કરે છે એવી જ અસર એ વૃક્ષની હોય છે. આ ઝાડને સુસાઇડ ટ્રી પણ કહેવાય છે, કારણ કે મોટી સંખ્યામાં લોકોએ એના ફળનાં બી ખાઈને આત્મહત્યા કરી હોય એવા કિસ્સા બન્યા છે. ફ્રાન્સના એક સંશોધનમાં બહાર આવ્યું હતું કે કેરળમાં ૧૮૮૯થી ૯૯ દરમ્યાન ૫૦૦ લોકો એનાં બી ખાઈને મોતને ભેટયા છે.

(3:55 pm IST)