Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

રાફેલ : ચર્ચાની સાથે સાથે

અનેક સભ્યોને સ્પીકર દ્વારા બહાર કરાયા

નવીદિલ્હી, તા. ૨ : લોકસભામાં રાફેલ મુદ્દા ઉપર આજે ભારે હોબાળો થયો હતો. રાહુલે પોતાની ચર્ચા દરમિયાન એક વિડિયો ટેપ ચલાવવાની માંગ કરી હતી. જેને લોકસભા અધ્યક્ષે મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અલબત્ત લોકસભા રાહુલની ટેપને બનાવટી જાહેર કરી ચુકી છે. રાફેલને લઇને જોરદાર ચર્ચાની સાથે સાથે નીચે મુજબ છે.

*    લોકસભામાં રાફેલના મુદ્દે તર્કદાર દલીલોનો દોર ચાલ્યો

*    લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને સરકાર તરફથી અરુણ જેટલીએ મુખ્યરતે મોરચો સંભાળ્યો

*    રાહુલે પોતાની ચર્ચા દરમિયાન ઓડિયો ટેપ ચલાવવાની માંગ કરતા આને લોકસભા અધ્યક્ષે મંજુરી ન આપતા હોબાળોની શરૂઆત થઇ

*    રાહુલની ટેપને નાણામંત્રી અરુણ જેટલીએ બનાવટી ગણાવી

*    ત્રીજી જાન્યઆરી સુધી ગૃહની કાર્યવાહી મોકૂફ કરાઈ

*    મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ ભીમરાવ દ્વારા લોકસભામાં નિવેદન કરાયું

*    સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ખોટી માહિતી આપવામાં આવી હોવાનો સાંસદ મોહમ્મદ સલીમે આક્ષેપ કરતા વિવાદ જારી રહ્યો

*    લોકસભામાં પશ્ચિમ બંગાળના સીપીઆઈએમ સાંસદ મોહમ્મદ સલીમ દ્વારા આક્રમક નિવેદન

*    ગોવાના મંત્રી વિશ્વજીત રાણેની ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કર્યો

*    ટીડીપી સાંસદ જયદેવ ગલ્લા દ્વારા નિવેદન કરવામાં આવ્યું

*    શિવસેના સાંસદ અરવિંદ ગણપત સાવંતે લોકસભામાં નિવેદન કર્યું. તેમણે કહ્યું કે, ૨૦૦૧થી વાતચીત ચાલી રહી છે પરંતુ સુખોઈ અને રાફેલ વિમાનો આવ્યા નથી

*    લોકસભામાં બીજેડી સાંસદ કલિકેસ નારાયણ દેવસિંહે પણ નિવેદન કર્યું

*    ટીએમસી દ્વારા પણ તર્કદાર દલીલો કરવામાં આવી

*    અરુણ જેટલીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ મામલામાં જેપીસીની જરૂર રહી જાય છે તે આશ્ચર્યજનક છે

*    કલાકો સુધી તર્કદાર દલીલો સાથે ચર્ચા થઇ

(12:00 am IST)