Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

છત્તીસગઢના માલગાંવમાં મોટી દુર્ઘટના ::ખાણ ધરાશાયી થવાથી 7 લોકોના કરૂણમોત :10થી વધુ લોકો હજુ ફસાયા

 ખાણમાં ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢવા માટે વહીવટી ટીમો બચાવ કામગીરીમાં લાગી

છત્તીસગઢના માલગાંવમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં ખાણ ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા હતા. ખાણમાં ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢવા માટે વહીવટી ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. હજુ પમ અનેક લોકો તેમાં ફસાયેલા છે, રેસક્યૂ ઓપરેશન ચાલુ છે.

 

પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ છે અને રેસક્યૂ ઓપરેશન ચાલુ છે. સાત મૃતકમાં 2 મહિલા છે, અત્યાર સુધી બે ગ્રામીણોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

છત્તીસગઢના જગદલપુરથી 11 કિલોમીટર દૂર આવેલા માલગાંમમાં ખાણમાં ખોદકામ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઇ હતી. આ દૂર્ઘટનામાં હજુ પણ 10થી વધુ ગ્રામીણ ફસાયેલા છે. શબોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ દૂર્ઘટના પર મુખ્યમંત્રી રમણ સિંહે દુખ વ્યક્ત કર્યુ છે. છત્તીસગઢના મુખ્યમંત્રીએ લખ્યુ, ‘માલગાંવ, જગદલપુરમાં ખાણ ધસવાની દૂર્ઘટનામાં 7 મજૂરોના નિધનના દુખદ સમાચાર મળ્યા છે. હું ઇશ્વરને પ્રાથર્ના કરૂ છુ કે સ્વર્ગીય આત્માઓને શાંતિ આપે અને તંત્રને આગ્રહ છે કે મૃકરોના પરિવારજનો અને ઘાયલોને યોગ્ય વળતર આપવામાં આવે.

(7:00 pm IST)