Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગુજરાતમાં ફરી એક વખત ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ સ્‍થાપશેઃ નરેન્‍દ્રભાઇ મોદી

બનાસકાંઠાના કાંકરેજમાં આયોજીત જનસભાને વડાપ્રધાનનું સંબોધન

બનાસકાંઠાઃ વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જાહેરસભા સંબોધી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન 1 ડિસેમ્બરે ખતમ થશે. 5 ડિસેમ્બર 2022ના બીજા તબક્કા માટે મતદાન થશે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરી હતી. અંતિમ પ્રવાસ માટે પ્રચારમાં પીએમ મોદીએ મોટો દાવો કરતા કહ્યુ કે ગુજરાતમાં ફરી એક વખત ભાજપની રેકોર્ડ વાપસી થશે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે લટકાવવુ અને ભટકાવવુ કોંગ્રેસની ટેવ છે. પીએમ મોદીએ કહ્યુ, “કોંગ્રેસની ફિતરત છે કે તે એવુ કોઇ પણ કામ નહી કરતી જેમાં તેનું હિત ના દેખાય અને મોદીનું નામ છે કે તે જે કહે છે, તે કરીને બતાવે છે. જો તમે અમને આશીર્વાદ આપો છો તો અમે વધુ શક્તિ સાથે કામ કરીશું.”

કાંકરેજમાં જનસભા પહેલા પીએમ મોદીએ કાંકરેજની પુણ્યભૂમિ પર બિરાજમાન શ્રી ઓગડનાથજી મહારાજ મંદિરના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

પીએમ મોદીની ગુજરાતમાં ચાર જનસભા છે. કાંકરેજ પછી તે પાટણ, સોજિત્રા અને અમદાવાદમાં જનસભાને સંબોધશે. પીએમ મોદી અમદાવાદમાં ફરી એક વખત શાહિબાગથી સરસપુર જનસભા મેદાન સુધી રોડ શો યોજશે. મહત્વપૂર્ણ છે કે ગુરૂવારે પીએમ મોદીએ અમદાવાદમાં 51 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ શો અમદાવાદની 14 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થયો હતો.

(5:17 pm IST)