Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કાંકરેજી ગાયો જેવી દેશી નસ્‍લની ગૌમાતા આ વિરાસતને સમૃદ્ધ કરે છેઃ નરેન્‍દ્રભાઇ મોદી

બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા ગામે સભા ગજવતા વડાપ્રધાન

બનાસકાંઠાઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે બનાસકાંઠા તાલુકાના નાથપુરા ગામે જાહેરસભા સંબોધી હતી.

 

રાજ્યમાં ગઇકાલે વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોના ભાવિ ગઇકાલે ઇવીએમમાં સીલ થઇ ચૂક્યા છે. હવે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. ત્યારે આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો આખરી દિવસ છે. એટલે આજે અને આવતીકાલે ટોચના નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો કબ્જે કરવા સભાઓ ગજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજની પહેલી સભાને સંબોધન કરવા માટે બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા ગામે પહોંચ્યા હતા. ત્યારબાદ પાટણ, આણંદ અને પછી અમદાવાદમાં જનસભાને સંબોધશે.

કાંકરેજમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે,કાંકરેજી ગાયો જેવી દેશી નસ્લની ગાયો આ વિરાસતને સમૃદ્ધ કરે છે.

-મારૂ સપનું છે, બનાસડેરીને બનાસ કિનારેથી ગંગા કિનારે લઇ જવી છે, એટલે કે કાશીમાં લઇ જવી છે

-જે બનાસકાંઠાની કોઇ ઓળખ નહોતી, તેને બટાકા અને અનારની ઓળખ મળી

-કોંગ્રેસની ટેવ કેવી હતી, लटकाना, अटकना और भटकाना

-વિપરીત પરિસ્થિતિમાં અભાવની વચ્ચે પણ અમારી કાંકરેજની ગાય સ્વભાવ ના બદલે.

-ભારત પાસે ગૌવંશની જે વિરાસત છે તે આપણી ખુબ મોટી શક્તિ છે.

-2014માં તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મારે પહેલુ ધ્યાન ફાઇલો પર ગયુ

-આ ફાઇલમાં મને ખેડૂતોના પાણીની સમસ્યા દેખાઇ

- 99 સિંચાઇ યોજનાઓને જીવતી કરી

-આજે નર્મદાનું પાણી અમે ઘરે ઘરે પહોંચાડ્યું

-હવે બનાસકાંઠા લીલુછમ દેખાય છે ત્યારે મારે વોટ માંગવા પડે ?

-અમે ઇમાનદારીથી તમારી સેવા કરી હોય તો વોટ આપજો

-તમારા માટે સારા કામ કર્યા હોય તો વોટ આપજો

-દેશમાં એવુ વાતાવરણ હતુ કે ભ્રષ્ટ્રાચાર વિના કંઇ કામ જ ન થાય

-હજારો-કરોડના ગોટાળા છાપમાં ચમકતા હતા કે નહીં ?

- અમે આવ્યા પછી ક્યારેય છાપામાં વાંચ્યુ ગોટાળા વિશે?

- આજે ભાજપની સરકાર ભ્રષ્ટ્રાચાર સામે કઠોર કાર્ય કરી રહી છે.

-ભાજપની આ નિતીથી આજે કેટલાકના પેટમાં તેલ રેડાય છે.

-ટપક સિંચાઈથી પાણી પણ બચ્યું અને ખેતીને પણ આવક થઈ

-ટપક સિંચાઈની વાત ઘણાં લોકોને અકળામણ થતી હતી

-કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે

-4 કરોડ એવા રાશનકાર્ડ હતા કે જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો

-આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરીને મે આગળનો રસ્તો કર્યો, બધા રાશનકાર્ડને આધારકાર્ડથી જોડી દીધા, દુકાનોને ઇન્ટનેટથી જોડી દીધી

-ટ્રકમાં માલ ચડ્યાથી ગ્રાહકને મળે ત્યાં સુધી ટ્રેકિંગ થાય, કટકી કરવા ન મળે એટલે મોદીને ગાળો બોલે

-ગરીબનું તમે લૂંટો એટલે એની સામે મોદી લાલ આંખ કરે જ...

-કોરોનાને કારણે આખી દુનિયા હલી ગઇ છે.પરંતુ આપણા પગ હજુ જમીન પર છે.

-આ દેશનો કોઇ ગરીબ ભૂખ્યો ન રે એ મને સંતોએ શિખવ્યુ છે.

-3 વર્ષમાં 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું

-ગરીબનું સંતાન ભૂખ્યુ ન સૂઇ જાય એટલે દિલ્હીમાં તમારો દિકરો જાગતો હતો.

-આમાં 3 લાખ કરોડનો ખર્ચો છે. આ કામ સારુ કર્યુ કે ન કર્યું ?

-તમે આશીર્વાદ આપો એટલે વધારે તાકાતથી કામ કરીએ.

-માત્ર બનાસકાંઠામાં 5 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા મોકલ્યા છે.

-આ લોકોને આપણા ઉજ્જવણ ભવિષ્યની ચિંતા જ ન હતી.

-પરંતુ અમારે ભવ્ય અને વિકસિત ગુજરાત બનાવવું છે.

-મહેસાણા જિલ્લાનો નવો ઉદય થવાનો છે.

-આપણે વિદેશમાંથી યુરિયા લાવવો પડે છે, સરકારને 2000માં પડે છે, તમને 270માં પડે છે

-અમે વિકાસ માટે કોંગ્રેસીયા સામે લડી લડીને આગળ આવ્યા છીએ, તમારે હજુ આગળ મોકવાના છે

-મારુ એક અંગત કામ કરશો ?

-બધાને જઇને કહેજો આપણા નરેન્દ્રભાઇ કાંકરેજ આવ્યા હતા.તમને પ્રણામ પાઠવ્યા છે.આ વડીલોના આર્શીવાદ મારી ઉર્જા અને મારી પ્રેરણા છે.

-આ વડીલોના આર્શીવાદથી દેશવાસીઓની સેવા કરી છુ. આટલું મારુ કામ કરજો

(4:47 pm IST)