Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ભાજપ જે કહે છે તે કરી બતાવે છે જ્‍યારે કોંગ્રેસ હારે એટલે ઇવીએમને જ ગાળો આપે છેઃ નરેન્‍દ્રભાઇ મોદી

પાટણમાં જનમેદનીને સંબોધતા વડાપ્રધાન

પાટણઃ પાટણ ખાતે આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી.

રાજ્યમાં ગઇકાલે વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોના ભાવિ ગઇકાલે ઇવીએમમાં સીલ થઇ ચૂક્યા છે. હવે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. ત્યારે આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો આખરી દિવસ છે. એટલે આજે અને આવતીકાલે ટોચના નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો કબ્જે કરવા સભાઓ ગજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજની પહેલી સભાને સંબોધન કરવા માટે બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા ગામે પહોંચ્યા હતા. ત્યારબાદ પાટણમાં સભા સંબોધી હતી. ત્યાર પછી આણંદ અને પછી અમદાવાદમાં જનસભાને સંબોધશે.

પાટણમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે આજે વિશાળ સંખ્યામાં આર્શીવાદ આપવા માટે આવ્યા છો તેના માટે આભારમાનું છુ. મારા માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે.પરંતુ આ ચૂંટણીમાં ગઇકાલે જે મતદાન થયુ છે એમાં કોંગ્રેસ જ નક્કી કર્યુ છે કે ભાજપ જીતી જશે. કોંગ્રેસ જ્યારે ઇવીએમને કોસવાનુ ચાલુ કરે ત્યારે સમજી જવાનુ કોંગ્રેસ ઉચાડા ભરી લીધા છે.

-કોંગ્રેસની વિશેષતા છે કે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદી અને મતદાન થાય ત્યારે ઇવીએમને ગાળ દેવાની

- કોંગ્રેસ હારે એટલે ઇવીએમને જ ગાળો આપે છે.

-ભાજપ ભરોસાની પ્રતિક બની છે.ભરોસાનું બીજુ નામ ભાજપ અને ભાજપનું બીજું નામ ભરોસો

-અમે સત્તા સુખ માણ્યુ નથી જે કંઇ કર્યુ છે તે દેશ માટે કર્યુ છે.

-સામાન્ય માનવીની આકાંક્ષા અને અપેક્ષાઓને સમજવાનું કામ અમે કર્યુ છે.

-ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે.

-તમારા દિકરાએ 3 કરોડ ગરીબના ઘર બનાવી દીધા છે.

-આ દેશમાં બહેનોની તકલીફ શું છે તે કોંગ્રેસને ખબર જ નહીં.

-દેશભરમાં માતા-બહેનોને ધ્યાનમાં રાખીને શૌચાલયનું અભિયાન બનાવ્યું

-કોંગ્રેસ શૌચાલય પણ ન બનાવ્યું,

-ભાજપ ગરીબ માટે જે વાયદો કરે તે પૂરો કરનારી પાર્ટી છે.

- 44 કરોડ લોકોના બેંકના ખાતા ખોલાયા

- પાટણમાં આવું એટલે જૂની બધી યાદો આવે

-પાટણ એટલે ભવિષ્યની તસ્વીર...

- અમે ગરીબની ચીંતા કરી છે અને ઈમાનદારીથી કામ કરી રહ્યા છીએ

- ગરીબ માટે અમારી સરકાર ખજાનો ખોલી નાખે છે

- દરેક ખેડૂતોના ખાતામાં દાયરેક રૂપિયા જમા કરાવ્યાં છે, વચ્ચે કોઈ કટકી નહી, કોઈ વચેટીયો નહીં

- 2 હજાર રૂપિયાની યૂરિયાની થેલી અમે વિદેશથી લઈ આવીએ છીએ અને 270 રૂપિયામાં ખેડૂતોને આપીએ છીએ

- અમારી સરકારે 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યું

- પાટણમાં કદાજ પ્રથમવખત રાજુલ દેસાઈ જેટલા ભણેલા કોઈ ઉમેદવાર આવ્યાં હશે

- દરેક પરિવારને 5 લાખ સુધીનો હોસ્પિટલનો ખર્ચો આ સરકાર ભોગવશે​​​​​​​

- આયુષ્યમાન યોજનાએ સમગ્ર પરિવારને એક મોટી તાકાત આપી છે

- એક પાક, બે પાક અને ત્રણ પાક ખેડૂત લઈ શકે તેની ચીંતા અમે કરી છે

-આજે 100 રૂપિયાની નોટની પાછળ રાણકીવાવનો ફોટો છે.આ કામ અમે કર્યું છે

-દરેક પુલીંગમાં રેકોર્ડ મતદાન કરશો ?કમળ ખિલાવશો ?

- મારું એક અંગત કામ કરશો ? બધાને જઇને કહેજો આપણા નરેન્દ્રભાઇ પાટણ આવ્યા હતા. તમને બધાને પ્રણામ પાઠવ્યા છે.

(4:46 pm IST)