Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જાહેર ક્ષેત્રની ભારત હેવી ઇલેકિટ્રકલ્‍સ લિમીટેડ કંપની હવે ભારતીય રેલ્‍વે માટે ટુંક સમયમાં કામગીરી કરશે

ડિઝાઇન, એન્‍જીનીયરીંગ, ઉત્‍પાદન, પરિક્ષણ, ઉત્‍પાદનો, સિસ્‍ટમ્‍સ અને સેવાઓના કમિશનિંગને વધારાશે

મુંબઇઃ ભારત હેવી ઇલેક્‍ટ્રિકલ્‍સ લિમીટેડ કંપની હવે ભારતીય રેલ્‍વે માટે કામગીરી કરશે

BHEL વંદે ભારત ટેન્ડર 2022: જાહેર ક્ષેત્રની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) હવે ભારતીય રેલ્વે માટે ટૂંક સમયમાં કામ શરૂ કરી શકે છે. BHEL દેશના અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો માટે ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઉત્પાદન, પરીક્ષણ, ઉત્પાદનો, સિસ્ટમ્સ અને સેવાઓના કમિશનિંગને લઇને કામ કરી રહી છે. તેમાં વીજળી, ઉદ્યોગ, પરિવહન, ઊર્જા, તેલ, ગેસ અને સંરક્ષણ વગેરેનો સમાવેશ થાય છે પરંતુ હવે રેલવે પણ તેમાં જોડાવા જઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)તે 5 બોલી લગાવનારાઓમાં સામેલ છે જેમણે આગામી 35 વર્ષ માટે 200 વંદે ભારત ટ્રેનોના ઉત્પાદન અને જાળવણી માટે બિડ કરી છે. આ સમગ્ર ડીલ 58,000 કરોડ રૂપિયાની છે. આ માટે BHELએ ટીટાગઢ વેગન્સ કંપની સાથે જોડાણ કર્યું છે.

આ કંપનીઓ બોલીમાં સામેલ 

ફ્રેન્ચ રેલ્વે કંપની અલ્સ્ટોમ, સ્વિસ રેલ્વે રોલિંગ સ્ટોક ઉત્પાદક સ્ટેડલર રેલ અને હૈદરાબાદ સ્થિત મેધા સર્વો ડ્રાઇવ્સ, મેધા-સ્ટેડલરનું એક કન્સોર્ટિયમ, બીઇએમએલ, આ સોદા માટે બિડર્સમાં સામેલ છે. સિમેન્સ અને રશિયન રોલિંગ સ્ટોક ઉત્પાદક ટ્રાન્સમાશોલ્ડિંગનું જોડાણ થયું છે.

આટલી રકમ 35 વર્ષમાં ચૂકવવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડીલ હેઠળ રેલવેને ટ્રેનની સપ્લાય માટે 26,000 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવશે. તેમજ તેમના જાળવણી માટે 35 વર્ષમાં 32,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. ભારતીય રેલ્વે હવે કોન્ટ્રાક્ટ માટે ટેક્નિકલ બિડનું મૂલ્યાંકન કરી રહ્યું છે.

(4:45 pm IST)