Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

શાળાના અભ્યાસક્રમમાં ઉત્તર-પૂર્વના ઇતિહાસનો સમાવેશ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી : વંશીય ભેદભાવને રોકવા માટે કાયદામાં ફેરફારની પણ માંગ : આ કારોબારી અને સંસદના ક્ષેત્રમાં આવતો મામલા છે અને તેમાં કોર્ટ કોઈ આદેશ આપી શકે નહીં::ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ની બેન્ચનું મંતવ્ય

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તર-પૂર્વ ભારતના ભૂગોળ અને ઈતિહાસના પ્રકરણોનો સમાવેશ કરીને શાળાના અભ્યાસક્રમમાં ફેરફારની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

જ્યોતિ ઝોંગલુજુ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વંશીય ભેદભાવને રોકવા માટે કાયદામાં ફેરફારની પણ માંગ કરવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે જો કે કહ્યું કે આ કારોબારી અને સંસદના ક્ષેત્રમાં આવતા મામલા છે અને કોર્ટ કોઈ આદેશ આપી શકે નહીં.

"વંશીય ભેદભાવ માટે તમે પોલીસનેકહી શકો છો. ઈતિહાસના પ્રકરણો સહિત, ભૂગોળ નીતિ સાથે સંબંધિત છે અને હું માનું છું કે બાળકોને શક્ય તેટલું ઓછું શીખવવું જોઈએ કારણ કે તે હવે બધી માહિતી ઓવરલોડ છે અને સમાજમાં દરેક બાબત કોર્ટના હસ્તક્ષેપને યોગ્ય નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(4:40 pm IST)