Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ફુટબોલ વર્લ્ડકપમાં વાંદરાને બનાવી દીધો ભવિષ્યવેતા

કોણ વિજેતા બનશે તેની આગાહી કરે છે

નવી દિલ્હીઃ કતારનો ફિફા વર્લ્ડકપમાં નોકઆઉટ રાઉન્ડની નજીક પહોંચી રહયો છે ત્યારે ગ્રુપ–સ્ટેજના અંતિમ તબકકામાં ગ્રુપ એફમાં નંબર–વન ટીમ અને ૨૦૧૮ના ગયા વર્લ્ડકપનું રનર–અપ ક્રોએશિયા પ્રી–કવાર્ટર ફાઇનલમાં સતાવાર રીતે નહોતું પહોંચ્યુ ત્યારે ક્રોએશિયામાં ગિબોન કેન્ટ નામના જાણીતા વાંદરા પાસે ક્રોએશિયા બેલ્જિયમમાંથી કોણ વિજેતા થશે એની આગાહી કરાવડાવવા બન્ને દેશના ફલેગવાળા બોકસ મૂકવામાં આવ્યા હતા.ગિબોને ક્રોએશિયાના ફલેગવાળું બોકસ પસંદ કયુ હતું અને બધાએ સંકેત મેળવી લીધો હતો કે ક્રોએશિયા જીતશે અને નોકઆઉટમાં પહોંચશે. આ વાંદરો ઝાગ્રેબના ઝુનો છે અને તેની પાસે થોડા વર્ષોથી વિવિધ ટુર્નામેન્ટમાં આગાહી કરાવવામાં આવે છે.

(4:18 pm IST)