Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

એક દશકમાં ગરમી ત્રાહીમામ કરાવશે : ૨૦૩૭ સુધીમાં એસીની માંગ ૮ ટકા વધશે

નવી દિલ્હી,તા.૨ : ગરમી તોબા પોકારી દે તેવી પરિસ્થિતિને હવે ઝાઝી વાર નથી. વધતી જતી ગ્લોબલ ર્વોમિંગ ની સમસ્યા ને જો કાબુમાં રાખવામાં નહીં આવે તો માનવ સમાજ માટે સ્વર્ગ ગણાતી પૃથ્વી પર રહેવું વસવું પડી જાય તેવા અણસાર આવી રહ્યા છે.

 દિવસે દિવસે વધી રહેલ તાપમાનના કારણે સામાન્ય વાતાવરણમાં પણ એર કન્ડિશન ની જરૃરિયાત ઊભી થાય તેની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૦૩૭ સુધીમાં દર ૧૫ સેકન્ડે એક નવા એર કન્ડિશનની જરૃરિયાત ઊભી થાય તેવી ગરમી પડશે અને ટાઢકની જરૃરિયાત ઊભી થશે. પૃથ્વી પર હવામાન પરિવર્તનને કારણે સામાન્ય તાપમાનમાં વધારો થવાથી ભારતમાં ૨૦૩૭ સુધીમાં કોઈને એસી વગર નહીં ચાલે તેવી પરિસ્થિતિ ઊભી થઈ જશે અને એર કન્ડિશનની માંગ આઠ ગણી વધશે.

 પરિસ્થિતિ એવી થઈ જશે ૧૫ સેકન્ડે એક એર-કંડિશનરની માંગ ઉભી થશે, વિશ્વ બેંક દ્વારા શરૃ કરાયેલા અહેવાલ મુજબ વીસ વર્ષોમાં વાર્ષિક ગ્રીનહાઉસ ઇંધણત્સર્જનમાં ૪૩૫% ના અપેક્ષિત વધારા સાથે, આબોહવાની કૃત્રિમ રીતે ઠંડી રાખવાના પર્યાશો પણ મોંઘા પડશે અને ૨૦૪૦સુધીમાં ૧.૬ ટ્રીલીયન અમેરિકન ડોલરનો ખર્ચ માત્ર ને માત્ર કુર્તીમ રીતે વાતાવરણને ઠંડુ રાખવામાં જ કરવો પડશે

 ૨૦૩૦ સુધીમાં સમગ્ર દેશમાં ૧૬ થી ૨૦ કરોડ લોકોને ગરમી અંગેની પરેશાની નો સામનો કરવો પડશે અને વિકર્ણના કારણે ઊભી થનારી તકલીફથી બચવા માટે એર કન્ડિશન ની જરૃર પડશે ગરમી ના કારણે માત્ર વાતાવરણમાં જ નહીં આર્થિક રીતે પણ મોટા પડકારો ઊભા થશે  બેરોજગારી પણ વધશે.

 સમગ્ર પરિવહન દરમિયાન ગરમીને કારણે ભોજનની વર્તમાન ખોટ વાર્ષિક ૧૩ બિલિયન થઈ ગઈ છે.વધારાના પાવર  આગામી વીસ વર્ષોમાં અપેક્ષિત કાર્બન ડાયોકસાઇડના પ્રમાણમાં વધારે થવાથી મુશ્કેલીઓ વધે તેવું માનવામાં આવી રહ્યું છે.ભારતની ઠંડકની વ્યૂહરચના જીવન અને આજીવિકા બચાવવામાં, કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી શકે છે અને સાથોસાથ ભારતને ગ્રીન કૂલિંગ મેન્યુફેકચરિંગ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાન આપી શકે છે.

 ભારત કૂલિંગ એકશન પ્લાન  મુજબ વ્યકિતઓને વધતા તાપમાન સાથે અનુકૂલન કરવામાં મદદ કરવા માટે રાષ્ટ્ર પહેલેથી જ નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે, તેમ છતાં, વિશ્વ બેંકના અહેવાલમાં ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં નવા રોકાણોને મદદ કરવા માટે હતું, વાતાવરણમાં તાપમાન વધતા કૃત્રિમ રીતે તાપમાન ઘટાડવાના -યાસો ને પણ વેગ આપવો જ પડશે અને લોકોને ગરમીથી બચવા માટે એર કન્ડિશન જેવી પ્રણાલી સ્વીકારવા સિવાય છૂટકો નહીં રહે આગામી દસકામાં ઘરમાં હોવાથી લોકો ત્રાહિમામ થઈ જશે અને એસી વગર કોઈને પણ નહીં ચાલે.

 વિવિધ ક્ષેત્રોમાં કૃતિમ રીતે ટાઢક મેળવવામાં તેના મકાનો ઉદ્યોગો થી લઈને ખેતી અને ખાસ કરીને દવાની જાળવણી માટે તાપમાનના વધારા સામે રક્ષણ મેળવવા માટે એર કન્ડિશન આવશ્યક બની જશે અત્યાર સુધી એર કન્ડિશન એ વૈભવનું પ્રતિક માનવામાં આવતું હતું પરંતુ હવે ભારતમાં પણ આખા દેશોની જેમ એર કન્ડિશન એ જરૃરી બની જશે અને દર  સેકધડે એક એરકુંડીસર ની જરૃરિયાત સુધી આપણે ૨૦૩૭ સુધીમાં પહોંચી જશું , જેમાં ઇમારતોમાં ઇન્ડોર કૂલિંગ અને કોલ્ડ સ્ટોરેજચેઇન અને કૃષિ અને પ્રિસ્ક્રિપ્શન દવાઓના ક્ષેત્રમાં રેફ્રિજરેશન અને પેસેન્જર પરિવહનમાં એર-કન્ડિશનિંગનો સમાવેશ થાય છે.

(4:09 pm IST)