Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

'તેને મારી નાખો, વિધાયકને ખતમ કરો. તેને 1 કરોડ રૂપિયા થવા દો. ઠીક છે. ચલો ખતમ કરીએ. કોઈને ખબર પડવી જોઈએ નહીં...આ આપણા વચ્ચે રહેવું જોઈએ.': કોંગ્રેસના એક નેતા ભાજપના વિધાયકની હત્યાના પ્લાનિંગની વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં જોવા મળી રહેલા કોંગ્રેસના નેતાનું નામ ગોપાલકૃષ્ણ છે. ગોપાલકૃષ્ણ ભાજપના કર્ણાટક ધારાસભ્ય એસઆર વિશ્વનાથની હત્યા અને ખતમ કરવા જેવી વાત વીડિયોમાં કરતા જોવા મળ્યા

નવી દિલ્હી: કર્ણાટકથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના એક નેતા ભાજપના વિધાયકની હત્યાના પ્લાનિંગની વાત કરતા જોવા મળે છે. કોંગ્રેસના નેતાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોંગ્રેસના નેતા ભાજપ વિધાયક સાથે દુશ્મનીના કારણે તેમને મારવાની વાત કરતા જોવા મળી રહ્યા છે.

'હત્યા' અને 'ખતમ' કરવા જેવી વાતો થઈ વાયરલ

વીડિયોમાં જોવા મળી રહેલા કોંગ્રેસના નેતાનું નામ ગોપાલકૃષ્ણ છે. ગોપાલકૃષ્ણ ભાજપના કર્ણાટક ધારાસભ્ય એસઆર વિશ્વનાથની હત્યા અને ખતમ કરવા જેવી વાત વીડિયોમાં કરતા જોઈ શકાય છે. વીડિયો ક્લિપમાં ગોપાલકૃષ્ણ કથિત રીતે વિશ્વનાથની હત્યાની યોજના બનાવતા જોવા મળ્યા છે. જે કર્ણાટકના યેલહંકાથી ભાજપના ધારાસભ્ય છે.

વિધાયકને ખતમ કરવાની થઈ રહી છે વાતચીત

વાયરલ વીડિયો ત્રણ મિનિટની વીડિયો ક્લિપ છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ કોંગ્રેસ નેતા એક અન્ય વ્યક્તિ સાથે વાત કરતા જોવા મળે છે. વાતચીતમાં એવું કહેતા સાંભળી શકાય છે કે 'તેને મારી નાખો, વિધાયકને ખતમ કરો. તેને 1 કરોડ રૂપિયા થવા દો. ઠીક છે. ચલો ખતમ કરીએ. કોઈને ખબર પડવી જોઈએ નહીં...આ આપણા વચ્ચે રહેવું જોઈએ.'

પોલીસ કરી રહી છે મામલાની તપાસ

આ મામલો સામે આવ્યા બાદ પોલીસે કહ્યું કે વીડિયો ક્યારનો છે તે જાણકારી મેળવવામાં આવી રહી ચે. પોલીસ આગળની કાર્યવાહી માટે મામલાની તપાસ કરી રહી છે. આ વીડિયોને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજ્યમાં શાબ્દિક જંગ પણ તેજ થયો છે. કર્ણાટકના ગૃહ મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે  કર્ણાટક પોલીસે મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે કહ્યું કે આ મામલે તેમની ભાજપના ધારાસભ્ય વિશ્વનાથ સાથે પણ વાત થઈ છે. ગૃહમંત્રીએ કહ્યું કે મને કાલે રાતે વીડિયો અંગે જાણકારી મળી. પોલીસ FIR નોંધવા પર નિર્ણય લેશે. જરૂર પડ્યે વિધાયકને સુરક્ષા આપવામાં આવશે. સમગ્ર મામલે તપાસ થઈ રહી છે.

Twitter Link: https://twitter.com/i/status/1466289004987305984

(5:22 pm IST)