Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કોવીશીલ્ડના ડોઝ વચ્ચે અંતર ઘટાડોઃ હેલ્થ વર્કરને બુસ્ટર ડોઝ

તજજ્ઞોએ સલાહ આપી

નવી દિલ્હી તા. રઃ ઓમીક્રોન સ્ટ્રેન ઉપર હાલ સ્થિતિ સાફ નથી. ઝડપથી ફેલાય રહેલ સંક્રમણે દુનિયાભરમાં ચિંતા વધારી છે. વેકસીનની ક્ષમતા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે તજજ્ઞોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં આ મ્યુટેડ વાયરસથી જેટલું પણ સંક્રમણ ફેલાયું છે તેમાં ખુબજ સીવિયરીટી નથી જોવા મળી ન તો ડેથ રેટ મળ્યો છે.

આવતા કેટલાક દિવસોમાં આ અંગે સ્થિતિ વધુ સ્ટાફ થશે. હાલ સરકારનું લક્ષ્ય વધુમાં વધુ લોકોના રસીકરણ ઉપર છે. કોવીશીલ્ડના ડોઝ વચ્ચે અંતર ઘટાડવામાં આવે અને હેલ્થ વર્કરોને બુસ્ટર ડોઝ આપવાની ભલામણ પણ કરી છે.

(4:22 pm IST)