Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભૂતકાળની સરકારોએ ૧૧ વખત સાંસદોને સસ્પેન્ડ કરેલઃ વૈકેયા નાયડુ

નવી દિલ્હી, તા.રઃ સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે જ રાજ્યસભાના ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

દરમિયાન રાજ્યસભાના અધ્યક્ષ વૈકેયા નાયડુનુ કહેવુ છે કે, પહેલી વખત નથી થયુ કે ગૃહમાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય.

૧૯૬૨ થી લઈને ૨૦૧૦ સુધી ૧૧ વખત સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.તે વખત આ પ્રકારનો નિર્ણય લેનાર તમામ સરકારો લોકશાહીમાં નહોતી માનતી? મેં વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, સંસદમાં જે પ્રકારનો હંગામો થઈ રહ્યો છે તે યોગ્ય નથી.

વૈકેયા નાયડુએ કહ્યુ છે કે, ૧૨ સાંસદોનુ સસ્પેન્શન પાછુ ખેંચવામાં નહીં આવે.સાંસદો પોતાના કૃત્ય પર પસ્તાવાની જગ્યાએ જે હંગામો કર્યો હતો તેને વ્યાજબી ઠેરવી રહ્યા છે.આવામાં સસ્પેન્શન પાછુ ખેંચવાનો સવાલ જ નથી ઉભો થતો.

ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના ૬, ટીએમસી તેમજ શિવસેનાના બે-બે, ડાબેરી પાર્ટીઓના બે સાંસદો સામેલ છે.

(3:45 pm IST)