Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

દિલ્હીમાં શાળાઓ ફરી લોક

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેજરીવાલ સરકારનો નિર્ણય

નવી દિલ્હી તા. ૨ : દેશની રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેજરીવાલ સરકારે ફરી મોટો નિર્ણય લીધો છે. વાયુ પ્રદૂષણને જોતાં આગામી આદેશ સુધી ફરીથી શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જો રાજધાનીમાં મોટા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવતું હોય તો પછી બાળકોને શાળાએ કેમ મોકલવામાં આવી રહ્યા છે?૩દ્મક ૪ વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છેસુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએદિલ્હીસરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,  દિલ્હીતરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. ૩દ્મક ૪ વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.કોર્ટે આગળ કહ્યું કે અમને લાગે છે કે વાયુ પ્રદૂષણના મુદ્દા પર કંઈ નથી થઈ રહ્યું. જયારે આનું સ્તર સતત ખરાબ થઈ રહ્યું છે. સીજેઆઈ રમન્નાએ કહ્યું કે જો તમે કંઈ નહીં કરો તો અમારે બંધ કરાવવું પડશે. જો તમે આદેશ ઈચ્છો છો તો અમે કોઈને નિયુકત કરી શકીએ છીએ.

સિંધવીએ કોર્ટને જણાવ્યું કે કાલે પણ એમ મંત્રી સેન્ટ્રલ વિસ્ટામાં ઉડતી ધૂળને જોઈ રહ્યા હતા. અમારી પાસે ઈચ્છાશકિત છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમે વાસ્તવિક ધૂળ નિયંત્રણ ઈચ્છીએ છીએ. ફકત રિપોર્ટ નહીં.દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઇને સીજેઆઈએ કહ્યું કે અમે ઔદ્યોગિક અને વાહનોથી થનારા પ્રદૂષણને લઈને ગંભીર છે. તમે અમારા ખભા પર બંદૂક નહીં ચલાવી શકો. તમારે પગલા ભરવા પડશે. સ્કૂલ કેમ ખુલ્લા છે? અમારા પણ બાળકો છે. અમે તમને ૨૪ કલાકનો સમય આપી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે આના પર ગંભીરતાથી વિચાર કરો અને સમાધાન કાઢો.

(3:40 pm IST)