Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

હવે ડિઝિટલ પેટર્ન પર સેનાની કોમ્બેટ યુનિફોર્મ, આર્મી ડે પર પરેડમાં આવશે નજર

બદલાવઃ નવો યુનિફોર્મ યુધ્ધ દરમ્યાન છુપાઈને રહેવામાં કરશે મદદ

નવીદિલ્હીઃ ભારતીય સેનાનો બદલાયેલ કોમ્બેટ યૂનિફોર્મનો પ્રથમ લુક ૧૫ જાન્યુઆરીના આર્મી ડે પરેડમાં દેખાડવામાં આવશે. આ નવો યૂનિફોર્મ ડિઝીટલ પેટર્ન પર છે.

સૂત્રો અનુસાર, યૂનિફોર્મનો કૈમોફ્લામ (એવો રંગ અને પેટર્ન, જે એકદમ નજરમાં ન આવે અને છૂપવામાં મદદ મળે) વધુ સારો છે. અમેરિકા સહિત અનેક દેશોની સેના ડિઝીટલ પેટર્નનો ઉપયોગ કરે છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, આ નવા યૂનિફોર્મથી કામ કરવામાં સરળતારહેશે. આ વખતે ગણતંત્ર દિવસ પરેડમાં પણ એક ટૂકડી આ યૂનિફોર્મમાં હશે. અત્યાર સુધી આર્મીની ર્માચિંગ ટૂકડી અલગ-અલગ રેજિમેંટના હિસાબે વહેંચાઈ રહ્યા હતા. પ્રથમ વખત તે અલગ અલગ પ્રકારના યૂનિફોર્મના હિસાબે હશે. તેમાં આઝાદી પહેલાના યૂનિફોર્મ ૧૯૬૨, ૧૯૭૧, ૧૯૯૦ અને હાલનો યૂનિફોર્મ સામેલ છે.

(3:38 pm IST)