Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

૨૭% લોકો OTT પર જોવે છે ફિલ્મ અને વેબ સીરીઝ

૬૦% યુવાઓને પસંદ આવી રહ્યા છે આ પ્લેટફોર્મ

નવીદિલ્હીઃ OTTના દર્શક સતત વધી રહ્યા છે. દેશમાં ૨૫.૭  ટકા થી વધી હવે ૨૭ ટકા લોકો આ પ્લેટફોર્મ પર ફિલ્મો, વેબ સીરીઝ અને ટીવી શો જોવાનું પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં આ દર્શકોમાં ૬૦ ટકા યુવાનો જ છે. અંગ્રેજી ઉપરાંત હિંદી અને સ્થાનિક ભાષાઓમાં જોવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ છે કે શહેરી લોકોની અપેક્ષાએ નાના ગ્રામીણ વિસ્તારોમાં અને નાના શહેરોમાં દર્શકો વધુ છે. આ વાત ઈન્ડિયા કન્ઝયૂમર સેંટિંમેંટ ઈન્ડેકસ રિપોર્ટમાં સામે આવી છે.

ત્રણ મહાનગરોમાં ૮ ટકા દર્શકો

દિલ્હીમાં સૌથી વધુ ૯૭ લાખ, મુંબઈમાં ૯૩ લાખ અને  બેંગલુરુમાં ૮૭ લાખ OTT દર્શકો છે. દેશમાં  કુલ દર્શકોના ૮ ટકા આ ત્રણ શહેરોમાં છે. દેશમાં કુલ ૩૫.૩ કરોડ માસિક બ્વ્વ્ દર્શકો છે.

૩૧ટકા દર્શકો દક્ષિણ ભારતમાં છે

OTT પ્લેટફોર્મ પર ફિલ્મ, વેબ સીરીઝ અને શો સૌથી વધુ ૨૭ ટકા હદી ભાષામાં જોવામાં આવે છે. અંગ્રેજી ભાષાના ૨૪ ટકા દર્શક છે. ૩૪ ટકા લોકો ક્ષેત્રીય ભાષા અને ૧૫ ટકા અન્ય ભાષાઓમાં કાર્યક્રમ જોવાનું પસંદ કરે છે. દક્ષિણ ભારતના સૌથી વધુ ૩૧ ટકા  દર્શક છે. જો કે, દક્ષિણ ભારતના દર્શક સૌથી વધુ ક્ષેત્રીય ભાષાને પ્રાથમિકતા આપે છે. દર્શકોમાં ૬૪ ટકા ગ્રામીણ અને ૩૬ ટકા શહેરી છે.

હોસ્ટારના સૌથી વધુ દર્શકો

દેશમાં ૨૭ ટકા લોકો વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સામગ્રી જોવામાં સમય વીતાવે છે. ૭૩ ટકા દર્શક અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. દેશમાં સૌથી વધુ દર્શકો હોટસ્ટારને પસંદ કરી રહ્યા છે. તે બાદ એમેઝોન પ્રાઈમ બીજા, નેટફ્લિકસ ત્રીજા, જીયો ટીવી ચોથા અને એમએકસપ્લેયર પાંચમાં સ્થાને  છે.

(3:37 pm IST)