Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

WHO ના એક નિવેદનથી દુનિયા ચિંતાતૂર

ઝડપથી ફેલાઈ રહ્યો છે ઓમિક્રોનઃ ૨૩ દેશો સુધી પહોંચી ગયો

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ દિન પ્રતિદિન વધી રહ્યું છે

જીનેવા,તા.૨: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ દિન પ્રતિદિન વધી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નું કહેવું છે કે આ વેરિએન્ટ ઓછામાં ઓછા ૨૩ દેશોમાં ફેલાઈ ચૂકયો છે અને તે અન્ય દેશોમાં પણ પ્રસરે તેવી પૂરેપૂરી આશંકા છે. WHO પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસએ બુધવારે કહ્યું કે ઓમિક્રોન WHOના છમાંથી પાંચ ક્ષેત્રોના ઓછામાં ઓછા ૨૩ દેશોમાં ફેલાઈ ચૂકયો છે. તેમણે આશંકા વ્યકત કરતા કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ હજુ વધુ દેશોમાં ફેલાશે.

કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ અચાનક દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અનેક હેલ્થ એકસપર્ટે ઓમિક્રોનને ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક ગણાવ્યો છે. ઓમિક્રોનના કારણે દુનિયાના અનેક દેશોએ દક્ષિણ આફ્રિકા પ્રવાસને મર્યાદિત કરી દીધો છે. કોવિડનો આ વેરિએન્ટ રસી લગાવી ચૂકેલા લોકો વચ્ચે પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ષ્ણ્બ્ નું કહેવું છે કે તેનાથી સંક્રમઇ વધવાનું ઉચ્ચ જોખમ છે.

દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કમ્યુનિકેબલ ડિસીઝ (NICD) ના કાર્યકારી દિગ્દર્શક એડ્રિયન પ્યોરને કહ્યું કે 'અમે વિચાર્યું નહતું કે આ ડેલ્ટા વેરિએન્ટને પાછળ છોડી દેશે. ટ્રાન્સમિશનના મામલે કદાચ તે સ્પેશિયલ વેરિએન્ટ છે.' અત્રે જણાવવાનું કે ઓમિક્રોન અંગે વધુ જાણકારી હાલ નથી જેમ કે તે કેટલો ચેપી છે, શું તે રસીને પણ ચકમો આપી શકે છે કે નહીં?

ઓમિક્રોન વેરિએન્ટ સાઉદી અરબમાં પણ પગપેસારો કરી ચૂકયો છે. ગલ્ફ દેશમાં આ પોતાની રીતે પહેલો કેસ છે. કહેવાય છે કે જે વ્યકિતમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે તે થોડા દિવસ પહેલા ઉત્ત્।ર આફ્રિકાથી પાછો ફર્યો હતો. સંક્રમિત વ્યકિતને કડક નિગરાણીમાં રાખવામાં આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા લોકોને પણ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. 

(9:48 am IST)