Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને નવજોતસિંહ સિદ્ધુ દિલ્હીમાં રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા

આગામી વિધાનસભા ચૂંટણી અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી

નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ બુધવારે દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આગામી વિધાનસભા ચૂંટણી અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે  હાલના દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુ ડ્રગ્સ સંબંધિત રિપોર્ટ્સ જારી ન કરવા સહિત ઘણા મુદ્દાઓ પર પોતાની જ સરકારને ઘેરી રહ્યા છે. આવા સમયે સીએમ ચન્ની અને સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે, જેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

(9:26 am IST)