Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલને ખરીદવા આઠ કંપનીઓ રેસમાં

રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સમાં 100% હિસ્સા માટે 18 બિડ મળી : જેમાં ક્રીસ્પેક,જેસી ફ્લાવર, બ્લેકસ્ટોન, સીવીસી કેપિટલ પાર્ટનર્સ, કેકેઆર અને બેન કેપિટલ શામેલ

મુંબઈ :ઉદ્યોગપતિ અનિલ અંબાણી દ્વારા પ્રમોટેડ રિલાયન્સ કેપિટલ લિમિટેડ, રિલાયન્સ ગ્રુપનું એકમ છે. અમેરિકાની ઓકટ્રી અને જેસી ફ્લાવર સહિત આઠ કંપનીઓ (આરસીએલ) ના અધિગ્રહણની દોડમાં છે. રિલાયન્સ કેપિટલ લિ. (આરસીએલ) ને એકમોમાં સંપૂર્ણ અથવા થોડો હિસ્સો લેવા ઓફર આમંત્રિત કર્યા છે. આરસીએલની સહાયક કંપનીઓમાં રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ, રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ ફાઇનાન્સિયલ લિ. અને રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન લિમિટેડ. છે

   સૂત્રોના જણાવ્યા અનુસાર આરસીએલના એકમોમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા કમિટી ઓફ ડેબન્ટર્સ હોલ્ડર્સ અને ડિબેન્ચર ટ્રસ્ટી વિસ્ટારા આઇટીસીએલ ઈન્ડિયા લિમિટેડની આશ્રય હેઠળ ચલાવે છે આ આરસીએલ ઉપર 20,000 કરોડ રૂપિયાના બાકી દેવાની 93 ટકા પ્રતિનિધિત્વ કરે છે. હિસ્સો વેચવા માટેના વ્યાજપત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર હતી. ધીરનાર સલાહકારો એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસને છેલ્લી તારીખ સુધીમાં કુલ 60 અલગ અલગ બિડ મળી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સમાં 100 ટકા હિસ્સો માટે 18 બિડ મળી છે. જે રોકાણકારોએ તેમાં રસ દાખવ્યો છે તેમાં ક્રિસ્પેક, જેસી ફ્લાવર, બ્લેકસ્ટોન, સીવીસી કેપિટલ પાર્ટનર્સ, કેકેઆર અને બેન કેપિટલ શામેલ છે. કંપનીએ પેટાકંપની રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સને સંપૂર્ણ રીતે બહાર નીકળવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 30 સપ્ટેમ્બર, 2020 સુધી તેની પેઇડ અપ શેરની મૂડી 252 કરોડ હતી.

આ ઉપરાંત, રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીમાં 51 ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્સ્યુરન્સ એક સંયુક્ત સાહસ કંપની છે જેમાં જાપાનની સૌથી મોટી જીવન વીમા કંપની નિપ્પન લાઇફનો 49 ટકા હિસ્સો છે. 30 સપ્ટેમ્બર, 2020 સુધી તેની પેઇડ અપ શેર મૂડી રૂ. 1,196 કરોડ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડાબર ઈન્વેસ્ટમેન્ટ્સ, બંધન બેંક, બેન કેપિટલ, એનઆઈઆઈએફ, ઇર્પવુડ પાર્ટનર્સ અને કેટલીક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ રિલાયન્સ નિપ્પનમાં આરસીએલની 51 ટકા હિસ્સો હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે. આ ઉપરાંત, કંપની રિલાયન્સ સિક્યોરિટીઝ અને આરબીઆઇ-રજિસ્ટર્ડ એનબીએફસી (નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની) રિલાયન્સ ફાઇનાન્શિયલમાં 100 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.

(11:25 pm IST)