Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વિખ્યાત ગાયકે વિટામિન્સનું ઇન્જેક્શન લીધું: 'અસહ્ય પીડા' ઉપડી : 42 વર્ષની વયે નિધન : ચાહકોને આઘાત

સતત ત્રણ દિવસ ત્રણ ઈન્જેક્શન લગાવ્યા પછી છ કલાકથી ખૂબ જ ખરાબ પીડા થઇ

મુંબઈ : ગાયક-ગીતકાર ધ વોઇસ મેક્સિકોમાં દેખાયેલા જેરી ડેમારાનું સોમવારે 42 વર્ષની વયે અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેના બટ્ટમાં અયોગ્ય રીતે વિટામિન્સ ઇન્જેક્શન લગાડ્યા પછી અસહ્ય પીડાથી તેનું નિધન થઇ ગયું છે. મેક્સીકન કલાકાર જેરર્ડો ડેમારાનો જન્મ કેલિફોર્નિયાના બ્રોલીમાં થયો હતો.

જેરીના મૃત્યુના સમાચારથી તેના ચાહકો આઘાતમાં છે. જેરીની યાદગાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે, તેના ચાહકો તેમની આત્માની શાંતિની ઇચ્છા રાખી રહ્યા છે. ડેમરાની પત્ની ક્લાઉડિયા પ્લેસન્સિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 'અસહ્ય' પીડા સહન કરતા પહેલા તેના પતિને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જે હવે ખૂબ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં તે હોસ્પિટલમાં માસ્ક પહેરેલો અને પીડા સહન કરતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં, તમે જોઈ શકો છો કે જેરી કહે છે કે મારી હાલત એટલા માટે છે કેમ કે મારા બટમાં મુશ્કેલી છે. ખરેખર, તેણે ત્રણ ખોટા વિટામિનના ઇન્જેક્શન લગાવી લીધા હતા, જેના કારણે જેરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જેરી કહે છે કે, તેને સતત ત્રણ દિવસ ત્રણ ઈન્જેક્શન લગાવ્યા હતા. આ પછી, તે છ કલાકથી તેને ખૂબ જ ખરાબ પીડા થઇ રહી છે. જેરી હોસ્પિટલના લોકોની નિંદા કરતો દેખાય છે. તેઓ કહે છે કે અહીંના લોકો ખૂબ જ ખરાબ છે, હું લાંબા સમયથી પાણીની માંગ કરું છું, પરંતુ તેઓ મને પીવા માટે પાણી નથી આપી રહ્યા જ્યારે મારુ ગળું પીડાને કારણે સંપૂર્ણપણે સુકાઈ રહ્યું છે.

(10:23 pm IST)