Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારા મુસ્લિમોને દફનાવવાની મંજૂરીનો ઇનકાર કર્યો

12 અરજીકર્તાઓએ જાહેરનામાને પડકારતાં તેને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

કોલંબો : શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસથી પોતાનો જીવ ગુમાવનારા મુસ્લિમ સમુદાયના લોકોને દફનાવવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો. કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા તમામ લોકોને ફરજિયાત રીતે દફનાવવાનાં સરકારના હુકમને પડકારતી અરજી ફગાવી દીધી. શ્રીલંકાની સુપ્રીમ કોર્ટનાં 12 અરજીકર્તાઓએ એપ્રિલ મહિનામાં સરકારે આ સંદર્ભે જાહેર કરેલા જાહેરનામાને પડકારતાં તેને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

શ્રીલંકાની નવ ટકા વસતી મુસ્લિમોની છે. 31 માર્ચે, જ્યારે કોવિડ -19 રોગચાળો શ્રીલંકામાં શરૂ થયો, ત્યારે આરોગ્ય મંત્રાલયે માર્ગદર્શિકામાં સુધારો કર્યો અને આદેશ આપ્યો કે ફક્ત કોવિડ -19 દર્દીઓ અથવા ચેપગ્રસ્ત દર્દીઓનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે.

આ માર્ગદર્શિકા કોવિડ -19 નાં મુસ્લિમ સમુદાયની વ્યક્તિના મૃત્યુ પછી જારી કરવામાં આવી હતી. જો કે, સરકારે કોવિડ-19થી સંબંધિત મૃત્યુના કેસમાં મૃતકોના અંતિમ સંસ્કારને ફરજિયાત બનાવતા 11 એપ્રિલના રોજ ગેઝેટ જાહેરનામું બહાર પાડ્યું હતું

(10:07 pm IST)