Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સ્ટેટ બેંકની તેના ખાતેદારોને સાવચેત રહેવાની ચેતવણી

દેશમાં રોજે-રોજ વધતા બેન્કિંગ ફ્રોડના બનાવો : બેંકના ગ્રાહકોને નકલી ઈમેઈલ મોકલીને છેતરપિંડી થઇ રહી હોઈ ભ્રામક અને નકલી સંદેશા સામે ચેતવણી આપી

મુંબઈ, તા. : દેશમાં દરરોજ બેંકિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. સાયબર ફ્રોડ કરનારા લોકો નવી રીતે ચીટિંગ કરી રહ્યા છે. સંદર્ભે દેશની સૌથી મોટી સરકારી બેક્ને એસબીઆઈએ ગ્રાહકોને ચેતવણી આપી છે. જો તમારું પણ સ્ટેટ બેંકમાં ખાતું છે, તો થોડું ધ્યાન રાખજો.

બેક્ને એક ટ્વીટ જારી કરીને તેના કરોડો ગ્રાહકોને સાવધ રહેવાની અપીલ કરી છે. એસબીઆઈએ એસબીઆઈ એમ પણ કહ્યું છે કે તેમના ગ્રાહકોને કોઇ -મેલ કરીને ક્યારેય કોઇ ડીટેલ માંગવામાં આવતી નથી આથી આવા કોઇ મેસેજ મળે તો સાવધ રહેજો.

એસબીઆઇએ એસબીઆઈ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે અમારા ગ્રાહકોને નકલી -મેઇલ મોકલવામાં આવી રહ્યા છે. એસબીઆઇ -મેલ્સથી સંબંધિત એક ટ્વીટ કર્યુ છે. એસબીઆઇએ કહ્યું કે, ગ્રાહકોને સોશિયલ મીડિયા પર સાવધ રહેવાની વિનંતી છે અને કોઈ પણ ભ્રામક અને નકલી સંદેશાઓમાં આવશો. બેક્ને જણાવ્યું હતું જો તમે સહેજ પણ ચુક કરી તો તમારું બેક્ન એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

એસબીઆઈના એસબીઆઈ નામે ચાલતી નકલી વેબસાઇટ અંગે પણ બેક્ને એક ચેતવણી જારી કરી હતી. બેક્ને કહ્યું હતું કે એસબીઆઇના ગ્રાહકોને આવા સંદેશા તેમને વેબસાઇટ પર પાસવર્ડ અને એકાઉન્ટ સંબંધિત માહિતીને અપડેટ કરવા માટે કહે છે તેમને ધ્યાન આપવું જોઈએ નહીં. કેમકે બેક્ન આવી કોઇ માહિતી ક્યારેય માગતુ નથી.

એસબીઆઈ ઓનલાઇન બેંકિંગ સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો બેંકના ઓફિશિયલ પોર્ટલ દ્વારા બેક્નીંગ સેવાનો લાભ મેળવી શકે છે. એસબીઆઇએ જણાવ્યું છે કે કોઈપણ બેંકિંગ સેવાઓનો લાભ ફક્ત ઓફિશિયલ પોર્ટલ દ્વારા લો.

બેક્ને આગળ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યુ કે કોઇ સાથે ક્યારેય પર્સનલ ડિટેલ્સ શેર કરશો કેમકે આવુ કરશો તો તમારા ખાતામાંથી ચપટી વગાડતા જમા થયેલી રકમ ઉડી જશે તમારૂ ખિસ્સુ ખાલી થઈ જશે.

(8:45 pm IST)