Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રિલાયન્સ બીજા વર્ષે ફોર્ચ્યુન ૫૦૦ના લિસ્ટમાં ટોચ ઉપર

ફોર્ચ્યુન ઈન્ડિયાએ ૫૦૦ની યાદી જાહેર કરી : ICICI બેક્ન ૯મા, એલએન્ડટી ૧૦મા ક્રમે :ટાટા સ્ટીલ-કોલ ઇન્ડિયાએ ટોપ-૧૦ લિસ્ટમાંથી સ્થાન ગુમાવી દીધું

મુંબઈ, તા. : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સતત બીજા વર્ષે ફોર્ચ્યુન ઇન્ડિયા-૫૦૦ લિસ્ટમાં મોખરે રહી છે. લિસ્ટમાં સામેલ કંપનીઓની કુલ આવક અને નફામાં રિલાયન્સનો હિસ્સો અનુક્રમે ટકા અને ૧૧ ટકા છે. મુકેશ અંબાણી સંચાલિત કંપનીએ ગયા વર્ષે આઈઓસીને પછાડી પહેલી વખત ટોચનું સ્થાન મેળવ્યું  હતું.

ફોર્ચ્યુન ઇન્ડિયા ૫૦૦ લિસ્ટનો આધાર આવક પર હોય છે અને વખતના આંકડા નાણાકીય વર્ષે ૨૦૧૯-લ્લ૨૦ના છે. ચાલુ વર્ષે ફોર્ચ્યુન ઇન્ડિયા-૫૦૦ લિસ્ટમાં આઈસીઆઈસીઆઈ બેક્ન નવમા અને એલએન્ડટી દસમા ક્રમે રહ્યા છે. જ્યારે ટાટા સ્ટીલ અને કોલ ઇન્ડિયા ટોપ-૧૦ કંપનીની યાદીમાં સ્થાન પામી શક્યા નથી. ૨૦૧૯ની યાદીમાં ટાટા સ્ટીલ આઠમા અને કોલ ઇન્ડિયા નવમા ક્રમે હતા.

ઉલ્લેખનીય છે કે, ફોર્ચ્યુન ઇન્ડિયા-૫૦૦ કંપનીઓની કુલ આવકમાં નોંધપાત્ર હિસ્સો મોટી કંપનીઓનો હોય છે. વખતે ૩૮ કંપનીએ શ્૫૦,૦૦૦ કરોડ કે એથી વધુ આવક મેળવી છે, જે ચાલુ વર્ષે કુલ આવકનો લગભગ ૬૦ ટકા હિસ્સો થાય છે. ૧૩૯ કંપનીની આવક શ્૩,૦૦૦ કરોડથી ઓછી રહી છે, જે કુલ આવકના માત્ર ચાર ટકા છે. ૩૦૩ કંપની સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો કુલ આવકમાં હિસ્સો ૬૨ ટકા અને કુલ નફામાં ૭૬ ટકા છે. ફોર્ચ્યુન ઇન્ડિયા-૫૦૦ લિસ્ટમાં સામેલ સર્વિસિસ સેક્ટરની ૧૪૫ કંપનીનો કુલ આવકમાં ૩૩ ટકા અને કુલ નફામાં ૧૯ ટકા હિસ્સો છે. લિસ્ટમાં સામેલ ઓઇલ-ગેસ સેક્ટરની કંપનીઓનો કુલ આવકમાં ૨૨ ટકા અને નફામાં ૨૦ ટકા હિસ્સો છે, જેમાં રિલાયન્સ મોખરે છે.

(8:41 pm IST)