Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ગલવાન ખીણમાં અથડામણનું કાવતરૃં ચીને ઘડ્યું હતું : યુએસ

અમેરિકી સંસદની કોંગ્રેસની ટોચની સમિતિનો ખુલાસો : હુમલા પાછળનો ચીનનો હેતુ પોતાના પાડોશી દેશો વિરૂદ્ધ ધાક-ધમકી ઝુંબેશ આક્રમક બનાવવાનો હતો : અમેરિકા

વોશિંગ્ટન, તા. : અમેરિકી સંસદની કોંગ્રેસની એક ટોચની સમિતિએ પોતાના વાર્ષિક અહેવાલમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા કહ્યું છે કે, ચીનની સરકારે વર્ષે જુનમાં ભારત સરહદે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણનું  ષડયંત્ર રચ્યુ હતું.

અમેરિકી અહેવાલ પ્રમાણે હુમલા પાછળનો ચીનનો હેતુ પોતાના પાડોશી દેશો વિરૂદ્ધ 'ધાક-ધમકીલ્લ અભિયાન વધારે આક્રમક બનાવવાનો હતો. ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોએ રાતના અંધારામાં છુપાઈને અનેક તીષ્ણ અને બોથડ હથિયારો વચ્ચે ભારતીય સૈનિકો પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં ભારતના ૨૦ સૈનિકો શહિદ થયા હતાં જ્યારે ચીનના ૪૦ થી પણ વધારે જવાનો માર્યા ગયા હતાં.

અમેરિકાના ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગ (યુએસસીસી) પોતાના વર્તમાન રિપોર્ટમાં કહ્યું છે કે, કેટલાક મહત્વના પુરાવાઓ દર્શાવે છે કેમ ચીની સરકારે ગલવાન હુમલાનું ષડયંર રચ્યું હતું. તેમાં સૈનિકોની હત્યા નિપજાવવાની શકયતા પણ શામેલ છે. યુએસસીસીની સ્થાપના વર્ષ ૨૦૦૦માં કરવામાં આવી હતી જે અમેરિકા અને ચીન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારના મુદ્દાઓની તપાસ કરે છે. કમિટી અમેરિકી કોંગ્રેસને ચીન વિરૂદ્ધ વિધાયી અને પ્રશાસનિક કાર્યવાહીની ભલામણ પણ કરે છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીની સરકારે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઉશ્કેરણીજનક પગલા ભરવા પાછળના ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયા નથી. પરંતુ ચીનના પગલા પાછળનું સંભવિત કારણ ભારતના સરહદી વિસ્તારોમાં રણનૈતિક રસ્તાઓનું બાંધકામ કરવાનો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગલવાન હિંસાના થોડા સમય પહેલા ચીનના સંરક્ષણ મંત્રી વીઈએ પોતાના જવાનોને સ્થિરતા લાવનારા યુદ્ધ કરવા માટે ઉત્સાહિત કર્યા હતાં.

એટલુ નહીં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના બગલબચ્ચા ગ્લોબલ ટાઈમ્સે પણ ભારતને ચેતવણી આપી હતી. ચેતવણીમાં ગ્લોબલ ટાઈમ્સે કહ્યું હતું કે, જો ભારત અમેરિકા-ચેનના પ્રતિદ્વંદ્વિઓમાં શામેલ થશે તો તેને વ્યાપાર અને આર્થિક મોરચે આકરો જવાબ આપવામાં આવશે.

ગલવાન હિંસાના થોડા સપ્તાહ પહેલા કેટલીક સેટેલાઈટ તસવીરો પણ હાથ લાગી હતી જેમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું હતું કે, ચીને હિંસા આદરી તે પહેલા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતાં.

(8:40 pm IST)
  • હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓ પી ચૌટાલા ને કોરોના પોઝિટિવ આવતા તેમને દિલ્હી-ગુડગાવની મેંદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 12:04 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 32,407 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94,95,661 થઇ :એક્ટીવ કેસ 4,28,390 થયા : વધુ 38,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,26,950 રિકવર થયા :વધુ 431 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,090 થયો access_time 12:15 am IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 95 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 31,357 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,31,109 થઇ :એક્ટીવ કેસ 4,22,347 થયા : વધુ 36,099 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,67,902 રિકવર થયા :વધુ 467 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,627 થયો access_time 12:09 am IST