Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકને જામીન મળ્યા : લાંબા સમય બાદ જેલની બહાર આવશે

શોવિક ચક્રવર્તી અનેક મોટા ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો

સુશાંતસિંહ રાજપૂત કેસમાં જ્યારથી ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો, એનસીબીએ મોટી કાર્યવાહી કરતા એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી હતી. રિયાને તો પહેલા જ જામીન મળી ગયા હતા, શોવિકને કોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા છે. લાંબા સમય પછી હવે તે પણ જેલ બહાર આવશે.

ડ્રગ્સ કેસમાં તપાસ દરમિયાન એનસીબીને શોવિક ચક્રવર્તી વિરુદ્ધ અનેક મજબૂત પુરાવા મળ્યા હતા. તેની રિયા સાથેની વોટ્સઅપ ચેટથી લઇ બાસિત અને ઝૈદ સાથે કનેક્શન સુધી, અનેક મોટી વાતો સામે આવી હતી, જે પછી એનસીબીએ કાર્યવાહી કરતા શોવિકની ધરપકડ કરી હતી. તે સમયે શોવિકને NDPS એક્ટની કલમ 8સી, 28 અને 29 હેઠળ ધરપકડ કરાઇ હતી. શોવિક સિવાય સેમ્યુઅલ મિરાન્ડાની પણ ધરપકડ કરાઇ હતી.

માહિતી મળી હતી કે શોવિક ચક્રવર્તી અનેક મોટા ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. સુશાંતસિંહ રાજપૂત માટે પણ શોવિક ડ્રગ્સની વ્યવસ્થા કરી આપતો હતો. વાયરલ ચેટ મુજબ રિયા ચક્રવર્તી પણ સુશાંત માટે શોવિક પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી. આ જ પુરાવાના આધારે જ એનસીબીએ શોવિક વિરુદ્ધ એક મજબૂત કેસ બનાવ્યો હતો. જોકે હવે રિયાના ભાઈને પણ રાહત મળી ગઇ છે. તેને જામીન મળ્યા છે.

 ડ્રગ મામલે એજન્સીએ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. બોલીવુડની ટોપ અભિનેત્રી સાથે-સાથ અર્જુન રામપાલ, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. એનસીબી તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને એક્સપોઝ કરીને રહેશે અને જરૂર પડતા કઠોર પગલા લેવામાં આવશે

(6:37 pm IST)