Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ભારતીય કારીગરો હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશેઃ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પ્રશાસન દ્વારા એચ-વનબી વિઝાના કાર્યક્રમમાં કરાયેલ ફેરફારને અમેરિકન કોર્ટે પલ્‍ટી નાખ્‍યો

નવી દિલ્હી: અમેરિકામાં કામ કરનારા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે ખુબ રાહતના સમાચાર છે. ઓક્ટોબરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B Visa કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે.

શું છે મામલો

કોરોના વયારસ આવ્યા બાદ આ વર્ષ ઓક્ટોબરમાં અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B Visa કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને તે નોકરીઓ આપી શકાય છે. આ દાનતથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા. નવા નિયમો એટલા કડક હતા કે લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને H-1B Visa મળી શકે તેમ નહતા. હવે સત્તા બદલાયા બાદ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાઈ ગયો છે.

આટલા લોકો પર પડી હોત અસર

અત્રે જણાવવાનું કે અમેરિકાની સરકાર દર વર્ષે બહારથી આવનારા તમામ ક્ષત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે 85 હજાર H-1B Visa બહાર પાડે છે. જેમાં આઈટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં હાલ લગભગ 6 લાખ H-1B Visa હોલ્ડર કામ કરી રહ્યા છે. જેમાંથી મટાભાગના ભારતના છે અને બીજા નંબરે ચીનના વર્કર છે.

શું કહ્યું કોર્ટે?

કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે H-1B Visa પર ટ્રમ્પના આદેશને રદ કરતા કહ્યું કે સરકારે આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીના લીધે લોકોની ગયેલી નોકરીઓના કારણે નિર્ણય લેવાયો તે દલીલ સંપૂર્ણ રીતે ખોટી છે. જસ્ટિસ જેફરીએ કહ્યું કે 'કોવિડ 19 એવી મહામારી છે જે કોઈના વશમાં નથી, પરંતુ આ મામલે વધુ સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી.'

(5:43 pm IST)
  • રાજસ્થાનની રાજધાની જયપુરમાં રામબાગ પેલેસના અધિપતિ અને દૌસાના પૂર્વ સાંસદ મહારાજ પૃથ્વીરાજનું બુધવારે મોડી સાંજે કોરોનાને કારણે અવસાન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. રાજસ્થાનમાં પર્યટનના વિકાસ માટે તેમનું મોટું યોગદાન હતું. access_time 12:23 am IST

  • ખેડૂત આંદોલનથી હરિયાણાની ખટ્ટર સરકારને જોખમ !?:જીંદમાં 40 જેટલી ખાપ પંચાયતોની એકત્ર થઇ : મહાપંચાયતમાં સરકારને ઉથલાવવા લેવાયો નિર્ણંય :અપક્ષ ધારાસભ્ય સહીત જેજેપીના ધારાસભ્યોની મુલાકાત કરીને ખટ્ટર સરકારને સમર્થન પાછું ખેંચવા કહેવાશે : નહિ માને તો ગામમાં પ્રવેશબંધી ! access_time 12:58 pm IST

  • મધ્ય પ્રદેશમાં વારંવાર બીમારી સબબ રજા ઉપર ઉતરી જતા સરકારી કર્મચારીઓને ઘરભેગા કરી દેવાશે : કોન્ફિડેન્શિઅલ રિપોર્ટ તથા કામગીરી ,વર્તન , બીમારી , સહિતના મંગાવાઈ રહેલા ડેટા : શિવરાજ સરકાર આકરા પાણીએ : અંદરખાને સરકારી તિજોરી ઉપર વધી રહેલા બોજનું કારણ હોવાની ચર્ચા access_time 6:03 pm IST