Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રાષ્‍ટ્ર ગીતની ધૂનમાં ફેરફાર કરવા માટે સુબ્રમણ્‍યમ સ્‍વામીનું સૂચનઃ વડાપ્રધાન મોદીને લખ્‍યો પત્ર

નવી દિલ્હીઃ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાષ્ટ્રગીતમાં ફેરફાર માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. સ્વામીએ PM મોદીને મોકલેલા આ પત્રને ટ્વીટર પર પણ શેર કર્યો છે. તેમણે પત્રમાં કહ્યું છે કે, રાષ્ટ્રગીત “જન ગણ મન…”ને સંવિધાન સભામાં સદનનો મત માનીને સ્વીકાર કરી લેવામાં આવ્યું હતું.

તેમણે આગળ લખ્યું કે, 26 નવેમ્બર, 1949ને સંવિધાન સભાના આખરી દિવસે અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા વૉટિંગ વિના જ “જન ગણ મન”ને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર કરી લેવામાં આવ્યું હતું. જો કે તેમણે સ્વીકાર કર્યો કે, ભવિષ્યમાં સંસદ તેના શબ્દોમાં ફેરફાર કરી શકે છે.

સ્વામીએ લખ્યું છે કે, તે સમયે સામાન્ય સહમતિ જરૂરી હતી, કારણ કે અનેક સભ્યોનું માનવું હતું કે તેના પર ચર્ચા થવી જોઈએ કેમ કે આ ગીત 1912માં થયેલા કોંગ્રેસ અધિર્વેશનમાં બ્રિટિશ રાજાના સ્વાગતમાં ગાવામાં આવ્યું હતું.

ડૉ રાજેન્દ્ર પ્રસાદે સભ્યોની ભાવના સમજતા આ કામ ભવિષ્યની સંસદ પર છોડી દીધું હતું. સ્વામીએ વડાપ્રધાન મોદીને અપલી કરી છે કે, તે સંસદમાં પ્રસ્તાવ લાવે અને “જન ગણ મન…”થી ધૂનમાં છેડછાડ કર્યા વિના તેના શબ્દેમાં ફેરફાર કરવામાં આવે. સ્વામીએ સૂચન કર્યું છે કે, તેમાં સુભાષ ચંદ્ર બોસ દ્વારા કરવામાં આવેલા બદલાવને જ સ્વીકારમાં આવી શકે છે.

જણાવી દઈએ કે, “જન ગણ મન…” ગીતને પ્રથમ વખત 27 ડિસેમ્બર 1911માં ગાવામાં આવ્યું હતું. આ ગીતને રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં જ લખ્યું હતું. આ ગીત 28 નવેમ્બરે અંગ્રેજી અખબારોમાં ચર્ચામાં રહ્યું. સંવિધાન સભાએ “જન ગણ મન…”ની હિન્દી આવૃતિને ભારતના રાષ્ટ્રગીત તરીકે 24 જાન્યુઆરી વર્ષ 1950માં અપનાવ્યું હતું.

(5:39 pm IST)