Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

છેલ્લી વન ડેમાં ટીમ ઇન્ડિયાનો 13 રને વિજય : ઓસ્ટ્રેલિયા 2-1થી સિરીઝ જીત્યું

ભારતે વ્હાઈટ વોશ અટકાવ્યું: હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગ :રવિન્દ્ર જાડેજાએ અણનમ 66 રન ફટકાર્યા :ભારતના 302 રનનો લક્ષ્યાંક પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 289માં ઓલઆઉટ

મુંબઈ : ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીના 63 રન, હાર્દિક પંડ્યાના 92 રન અને રવીન્દ્ર જાડેજાના 66 રનની મદદથી ભારતે 302નો લક્ષાંક આપ્યો હતો.આ લક્ષ્‍યાંકની સામે ટીમ ઓસ્ટ્રેલિયા 289 રન કરી શકી હતી. ભારતીય બોલરો નિયમિત અંતરે વિકેટો લેવામાં સફળ રહ્યા હતા. 

ભારતે આપેલા 303 રનના પડકારનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 289 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયા તરફથી એરેન ફિન્ચે સૌથી વધુ 75 રન બનાવ્યા હતા જ્યારે ગ્લેન મેક્સવેલે પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે 59 રન બનાવી આઉટ થઇ ગયો હતો. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટી નટરાજને 2 વિકેટ ઝડપી હતી.

આ પહેલા અંતિમ વન ડે મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 303 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા (અણનમ 92 રન) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 66 રન)ની ઇનિગ્સના દમ પર ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 303 રનનો પડકાર આપ્યો હતો.

હાર્દિક પંડ્યાએ 76 બોલમાં 7 ફોર અને 1 સિક્સરની મદદથી 92 રનની ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ જાડેજાએ 50 બોલમાં 5 ફોર અને 3 સિક્સરની મદદથી 66 રનની ઇનિંગ્સ રમી હતી. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 150 રનની ભાગીદારી થઇ હતી. એક સમયે ટીમ ઇન્ડિયાએ પોતાની પાંચ વિકેટ 152 રનમાં ગુમાવી દીધી હતી. તે બાદ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન બોલરોની ધોલાઇ કરતા ટીમને સમ્માનજનક સ્થિતિમાં પહોચાડ્યુ હતું

 ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે 75 રન બનાવ્યા હતા જયારે મેક્સવેલે 38 બોલમાં ઝંઝાવાતી 59 રનની ઇનિંગ્સ રમી હતી. જો કે ત્યાર બાદ નીચલા ઓર્ડરના બેટ્સમેન સ્કોર ન કરી શકતા છેલ્લી ઓવર સુધી પહોંચ્યા પછી પણ ઓસ્ટ્રેલિયા 13 રને હારી ગયું હતું.

 

સ્કો બોર્ડ

ભારત ઇનિંગ્સ :

ધવન

કો. અગર બો. એબોટ

૧૬

ગિલ

એલબી બો. અગર

૩૩

કોહલી

કો. કેરી બો. હેઝલવુડ

૬૩

શ્રેયસ અય્યર

કો. લબુસેન બો. ઝંપા

૧૯

રાહુલ

એલબી બો. અગર

૦૫

હાર્દિક પંડ્યા

અણનમ

૯૨

જાડેજા

અણનમ

૬૬

વધારાના

 

૦૮

કુલ

(૫૦ ઓવરમાં વિકેટે)

૩૦૨

પતન  : -૨૬, -૮૨, -૧૧૪, -૧૨૩, -૧૫૨

બોલિંગ : હેઝલવુડ : ૧૦--૬૬-, મેક્સવેલ : --૨૭-, એબોટ : ૧૦--૮૪-, ગ્રીન : --૨૭-, અગર : ૧૦--૪૪-, ઝંપા : ૧૦--૪૫-, હેનરીક્ષ : ---

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

લાબુસેન

બો. નટરાજન

૦૭

ફિન્ચ

કો. ધવન બો. જાડેજા

૭૫

સ્મિથ

કો. રાહુલ બો. ઠાકુર

૦૭

હેનરીક્ષ

કો. ધવન બો. ઠાકુર

૨૨

ગ્રીન

કો. જાડેજા બો. કુલદીપ

૨૧

કેરી

રનઆઉટ

૩૮

મેક્સવેલ

બો. બુમરાહ

૫૯

અગર

કોે. કુલદીપ બો. નટરાજન

૨૮

એબોટ

કો. રાહુલ બો. ઠાકુર

૦૪

ઝંપા

એલબી બો. બુમરાહ

૦૪

હેઝલવુડ

અણનમ

૦૭

વધારાના

 

૧૭

કુલ

(૫૦ ઓવરમાં ઓલઆઉટ)

૨૮૯

પતન  : -૨૫, -૫૬, -૧૧૭, -૧૨૩, -૧૫૮, -૨૧૦, -૨૬૮, -૨૭૮, -૨૭૮, ૧૦-૨૮૯

બોલિંગ : બુમરાહ : .--૪૩-, નટરાજન : ૧૦--૭૦-, ઠાકુર : ૧૦--૫૧-, કુલદીપ : ૧૦--૫૭-, જાડેજા : ૧૦--૬૨-

(7:22 pm IST)