Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

યોગી આદિત્‍યનાથના મુંબઇ પ્રવાસ અંગે રાજ ઠાકરના પક્ષ એમએનએસ દ્વારા કરાયેલ ટિપ્‍પણીથી રાજકારણમાં ગરમાવોઃ કહ્યુ-ઠગ આવ્‍યો

મુંબઇ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મુંબઇ પ્રવાસથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે. યોગી આદિત્યનાથે ફિલ્મ સિટીને લઇને અક્ષય કુમાર સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, કોમ્પિટિશન થવી સારી વાત છે પરંતુ બુમો પાડી, ધમકાવીને કોઇ લઇને જવા માંગે તો તે હું થવા નહી દઉં. MSNએ પણ યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા હતા.

મહારાષ્ટ્રમાં ગઠબંધનનો ભાગ કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે આરોપ લગાવ્યો કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલિવૂડને મુંબઇની બહાર લઇ જવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે.

રોકાણકારોને આકર્ષિત કરવા માટે પોતાના રાજ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી ટેગલાઇન મેગ્નેટિક મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે મહારાષ્ટ્ર પાસે પોતાની સંસ્કૃતિ અને સંસ્થાઓની શક્તિ છે. ઠાકરેએ કહ્યુ, આજે કોઇ વ્યક્તિ આવી રહ્યો છે. તે તમારી સાથે પણ મુલાકાત કરશે અને તમને રોકાણ માટે કહેશે પરંતુ તેમણે મહારાષ્ટ્રના આકર્ષણની ક્ષમતા નથી, આ એટલુ મજબૂત છે કે લોકો અહીથી ત્યા જવાનું ભૂલી જાય છે.

ઠાકરેએ કહ્યુ કે મહામારીને કારણે અર્થવ્યવસ્થાને ઝટકો લાગ્યો છે પરંતુ હવે તે ધીમે ધીમે પાટા પર આવી રહી છે, તેમણે કહ્યુ કે મહામારીને કારણે બનેલી સ્થિતિ સ્થાયી નથી અને આર્થિક ગતિવિધિઓ ચાલુ થતા ધન પ્રવાહ પણ શરૂ થઇ જશે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)એ યોગી આદિત્યનાથ વિરૂદ્ધ મુંબઇમાં પોસ્ટર્સ લગાવ્યા છે, જેમાં તેમણે એવો ઠગ કહ્યો છે, જે મુંબઇથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લઇ જવા આવ્યો છે.

(5:38 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 95 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 31,357 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,31,109 થઇ :એક્ટીવ કેસ 4,22,347 થયા : વધુ 36,099 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,67,902 રિકવર થયા :વધુ 467 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,627 થયો access_time 12:09 am IST

  • ઉત્તર ભારત માં એક રોડ અકસ્માતમાં ભારતીય લશ્કરના ચાર જવાનોના મૃત્યુ થયાનું જાણવા મળે છે access_time 12:05 am IST

  • ઉત્તર પ્રદેશમાં ‘‘વર્લ્ડ-કલાસ’’ ફિલ્મ સીટી ઉભુ કરવા માગીએ છીએ. જેવર એરપોર્ટથી માત્ર ૭ કિ.મી. દૂર આ નવી ફિલ્મ સીટીનું સર્જન થશેઃ યોગી આદિત્યનાથ access_time 5:58 pm IST