Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ભારદ્વાજ પરિવારના દુઃખમાં સહભાગી બનતા નેતાઓ : શ્રદ્ધાસુમન અર્પણ

રાજકોટ : રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના પાર્થિવ દેહને ચેન્નાઈથી રાજકોટ લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી આર.સી.ફળદુ સહિતના મંત્રીઓ પણ રાજકોટ પહોંચી ગયા હતા. રાજકીય મહાનુભાવો દ્વારા અભયભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ. ઉપરોકત તસ્વીરોમાં અભયભાઈને શ્રદ્ધાસુમન અર્પતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, સાંસદ શ્રી નરહરી અમીન, કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા, ધનસુખભાઈ ભંડેરી, ડો.વલ્લભભાઈ કથીરીયા, ડો.અમિત હપાણી, ડો.વેકરીયા, દિનેશ કારીયા, ચેતનભાઈ રામાણી, કશ્યપભાઈ શુકલ સહિતના નેતાઓ ઉપસ્થિત છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)