Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઇનો પાર્થિવદેહ નિવાસ્થાને પહોંચ્યો ત્યારે સર્જાયા અશ્રુભીના દ્રષ્યોઃ વિજયભાઇ રૂપાણી, ભુપેન્દ્રસિંહ, આર.સી.ફળદુ સહીતના નેતાઓ શોકાતુર

રાજકોટઃ રાજય સભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ ગઇકાલે દેહવિલય થયો હતા તેઓ ચેન્નાઇ ખાતે છેલ્લા બે મહીનાથી સારવારમાં હતા જયાં તેમણે અંતીમ શ્વાસ લીધા હતા સદ્દગત અભયભાઇનો પાર્થિવદેહ ચેન્નાઇથી અમદાવાદ ખાતે ખાસ પ્લેનમાં લવાયેલ અને ત્યાંથી મોટર માર્ગે આજે બપોરે સદ્દગત અભયભાઇનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન સાગર ટાવર (અમીન માર્ગ) ખાતે પહોંચ્યો ત્યારે ઉપસ્થીત સ્નેહીજનો-સગાઓ-પરિવારજનોમાં અશ્રૃભિના દ્રષ્યો સર્જાયા હતા તસ્વીરમાં અભયભાઇ ભારદ્વાજ પરિવાર સાથે અત્યંત ધરોબો ધરાવતા રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ આજે બપોરે સદ્દગતના અંતિમ દર્શન માટે રાજકોટ આવી પહોંચ્યા હતા તે નજરે પડે છે. આ ઉપરાંત આ તકે કશ્યપભાઇ શુકલ,  શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, પ્રદેશ ભાજપનાં પૂર્વ પ્રમુખ આર.સી.ફળદુ, સાંસદ મોહનભાઇ કુંડરિયા, મેયર બીનાબેન આચાર્ય, મ્યુ.કોર્પોરશન આરોગ્ય સમિતી ચેરમેન જયમીન ઠાકર, બાંધકામ ચેરમેન મનિષ રાડિયા, શહેર ભાજપ, પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મંત્રી જયેશ રાદડિયા સહીતના આગેવાનો ત્થા સનદી અધિકારીઓ ઉપસ્થિત હતા તે દર્શાય છે.(તસ્વીર : સંદિપ બગથરિયા)

(3:44 pm IST)