Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ઓકસીમીટરમાં આગળી મૂકીને ૧૧ વખત ૐ નું ઉચ્ચારણ કરવાથી ઓકિસજનનું સ્તર વધી જાય છે : વાસ્તુશાસ્ત્રી સુનિલ ઢબુવાલા

વાસ્તુશાસ્ત્રને અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઇએ જેથી આવનારી પેઢી આપણા વારસાથી અવગત થાય

નવી દિલ્હી તા. ૨ : સોસાયટી ઓફ વાસ્તુ સાયન્સના નેજા હેઠળ ગાઝિયાબાદ મોડલ ટાઉન ઈસ્ટ સ્થિત હેડ ઓફિસ પર વાસ્તુ વિજ્ઞાન વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન થયું હતું. સુરતના જાણીતા વાસ્તુશાસ્ત્રી અને સંસ્થાના વાઈસ પ્રેસિડન્ટ સુનિલ ઢબુવાલાએ ઓમના ઉચ્ચારણનું કોરોનામાં મહત્વ સામે રાખી આવી વિશેષતાઓ અભ્યાસક્રમમાં શામિલ થાય એવી રજૂઆત કરી હતી.

વેબિનારમાં સંસ્થાના રાષ્ટ્રીય ચેરમેન કર્નલ તેજેન્દ્ર પાલ ત્યાગીએ જણાવ્યું હતું કે પૌરાણિક સમયમાં અગ્નિ કોણમાં રસોઈ બનાવાતી હતી. દક્ષિણ ખુણો અગ્નિ તત્વનો માનવામાં આવે છે. આ દિશામાં પૂર્વ હોવાને કારણે સૂર્ય દેવતાની રોશની પહેલા આવતી હતી અને દક્ષિણને કારણે સૂર્ય દેવતાની રોશની સૌથી છેલ્લે જતી હતી. તેનાથી એ સમયે ગૃહિણીઓને વગર વિજળીએ અજવાળું મળતું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં તેનું એક કારણ એ પણ છે કે, અહીં દક્ષિણ પશ્ચિમ સૌથી મોટું છે. આ વરસાદી હવાઓ કેરળના તટે ટકરાઈને પશ્ચિમી થઈ જાય છે. દક્ષિણ પૂર્વની રસોઈમાં આ પશ્યિમી હવાઓ પૂર્વની બારીમાંથી બહાર જતી રહે છે. જો તમે આ વાસ્તુ મુજબ ન ચાલો તો થાય એવું કે રસોઈનો ધૂમાડો અને ગંધ ફરી ઘરમાં પ્રવેશી જાય છે.

વાસ્તુ વિજ્ઞાનનું આ બધું જ્ઞાન બાળકો માટે મહત્વપૂર્ણ છે. તેતાથી બાળકોને પૌરાણિક કાળના વાસ્તુ વિજ્ઞાનનું મહત્વ સમજાશે અને વાસ્તુ અંગે માહિતગાર થશે.વેબિનારમાં સુરતના ગૌરવ વાસ્તુશાસ્ત્રી સુનિલ ઢબુવાળાએ વેબિનારમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં ઓકસીમીટરમાં આંગળી નાખીને ૧૧ વખત ઓમનું ઉચ્ચારણ કરવાથી ઓકસીજનનું સ્તર વધી જાય છે. એટલે ઓમ વગેરેની વિશેષતાઓ બાળકોના પાઠ્યપુસ્તકમાં સમાવેશ થવી જ જોઈએ.

(2:43 pm IST)