Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

૨૧ ડિસેમ્બરે પહેલો ડોઝ અપાય શકે છે

ફાઇઝર બાદ મોડર્નાએ રસીના ઇમરજન્સી પ્રયોગની અનુમતી માંગી

વોશિંગ્ટન,તા. ૨: અમેરિકી દવા કંપની મોડર્નાએ અમેરિકી ફુડ એન્ડ  ડ્રગ એડમીનીસ્ટ્રેશન અને યુરોયીપ મેડીસીન એજન્સી પાસે ઇમરજન્સી પ્રયોગ માટે પરવાનગી માંગી છે. મોડર્નાએ એમઆરએનએ આધારીત કોરોના વેકસીન ૯૪ ટકા કારગર સાબીત થઇ છે.

મોડર્નાએ યુએસ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાથે કરાર કર્યા છે. વર્ષના અંત સુધીમાં બે કરોડ ડોઝ ઉપલબ્ધ થશેની આશા છે. જેમાંથી ૧ કરોડ અમેરિકી નાગરિકોને રસી અપાશે. કંપનીના ચીફ એકઝીકયુટીવ સ્ટીફન બૈંસેલે જણાવેલ કે મંજુરી મળી જાય તો તેનો પહેલો ડોઝ ૨૧ ડિસેમ્બર સુધીમાં આપી શકાય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ અંગે ખુશી વ્યકત કરેલ.

વ્હાઇટ હાઉસના એક પ્રવકતા માઇકલ બાર્સે જણાવેલ કે ટ્રમ્પ પ્રશાસન આ મામલે ઝડપથી આગળ વધી રહ્યું છે. ઇતિહાસમાં કોઇ પણ રસી કરતા પાંચ ગણી ગતિથી કામ થઇ રહ્યું છે. જેથી લાખો અમેરિકનોના જીવ બચાવી શકાય. જેના માટે સ્ટોરેજ ડીસ્ટ્રીબ્યુશન અને જાગરૂકતા માટે ટીમો તૈયાર કરવામાં આવી રહી છે.

(2:42 pm IST)