Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

મહિલાઓ ઉપર વધી રહેલા દુષ્કર્મોની સંખ્યા ઘટાડવા માટે કોર્ટમાં મહિલા જજની સંખ્યા વધારવી જોઈએ : પુરુષ જજ દ્વારા લેવાઈ રહેલા સહાનુભુતિ વગરના નિર્ણયો દુષ્કર્મને પ્રોત્સાહિત કરે છે : દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાને રાખડી બાંધવાના બહાને જામીન આપવાના વિરોધમાં એટર્ની જનરલ વેણુગોપાલની દલીલો

ન્યુદિલ્હી : મધ્ય પ્રદેશ હાઇકોર્ટે મહિલા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને પીડિત મહિલાને રાખડી બાંધવા માટે જામીન આપ્યા હતા.જેનો વિરોધ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં એટર્ની જનરલ વેણુગોપાલે દલીલ કરતા જણાવ્યું હતું કે મહિલાઓ ઉપર વધી રહેલા દુષ્કર્મોની સંખ્યા ઘટાડવા માટે કોર્ટમાં મહિલા જજની સંખ્યા વધારવી જોઈએ .પુરુષ જજ દ્વારા લેવાઈ રહેલા સહાનુભુતિ વગરના નિર્ણયો દુષ્કર્મને પ્રોત્સાહિત કરે છે .

તેમણે ઉમેર્યું હતું કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં 34 જજની સંખ્યામાં માત્ર બે જ મહિલા જજ છે.કોઈ મહિલા જજ ભારતની સુપ્રીમ કોર્ટની  ચીફ જસ્ટિસ બની શકશે તેવું લાગતું નથી.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ હાઇકોર્ટએ પીડિતા ઉપર દુષ્કર્મના આરોપીને રાખડી બાંધવાના બહાને જામીન આપતા 9 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જે અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં એડવોકેટે  સૂચનો કર્યા હતા તથા અન્ય સ્ટેટમાં પણ આવા આરોપીઓને સમાધાન માટે  પીડિતા સાથે લગ્ન કરવાની મંજૂરી આપ્યાના જજમેન્ટનો પણ ઉલ્લેખ કરી તે કોર્ટના કાર્યક્ષેત્રની બહાર હોવાનું જણાવ્યું હતું .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:16 pm IST)