Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ચીન પર ટ્રમ્પે લાદેલ ઇમ્પોર્ટ ટેરિફ તાત્કાલિક દૂર કરીશું નહીઃ જો બાઇડેનની મોટી જાહેરાત

યુરોપ તેમજ એશિયાના પરંપરાગત સાથીઓ સાથે સુસંગત વ્યૂહરચના વિકસાવશું

ન્યુયોર્કઃ અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને જણાવ્યુ કે, તેઓ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલી ઇમ્પોર્ટ ટેરિફ તાત્કાલિક દૂર કરશે નહીં. જો કે તેઓ સૌપ્રથમ અમેરિકા અને ચીન વચ્ચેના કરારની સમીક્ષા કરવા અને યુરોપ તેમજ એશિયાના પરંપરાગત સાથીઓ સાથે સુસંગત વ્યૂહરચના વિકસાવવા માંગે છે તેવુ જણાવ્યુ હતુ. આ વાત બિડેન એક ઇન્ટરવ્યૂહમાં જણાવી છે.

 તેણે કહ્યુ કે, સૌથી સારી ચીની વ્યૂહરચના, જેમા મારું માનવુ છે કે, જે આપણા દરેકને મળે છે , અથવા ઓછામાં ઓછું તો મળે, જે એક જ પૃષ્ઠભૂમિ પર અમારા સહયોગી હતા. આ વાત રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં એક મોટી પ્રાથમિકતા રહેશે, જેમાં સહયોગીઓની સાથે અમે તે પૃષ્ઠભૂમિ પર પરત ફરવાની કોશિશ કરીશુ.

અમેરિકા-ચીનના સંબંધ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં વણસ્યા હતા. બંને દેશો-દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓ પૈકીની છે - જેમની વચ્ચે પાછલા કેટલાંક વર્ષોથી વેપાર અને ટેકનોલોજી અંગે વિવાદ ચાલી રહ્યો છે અને તેનાથી વૈશ્વિક અથવ્યવસ્થાને મોટો ફટકો પડવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

બંને દેશોએ ગત જાન્યુઆરીમાં "ફેઝ વન" વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા ત્યારે તેમનીં વચ્ચેનું ટેરિફ યુદ્ધ હાલ થંભી ગયુ છે. આથી વધુ ટેરિફ લાદવાના કે વધવાના જોખમને અસ્થાયી ધોરણે દૂર કરવામાં આવ્યું, પરંતુ અગાઉ વધારેલ ઉંચી ઇમ્પોર્ટ ટેરિફને યથાવત્ રાખી છે.

(1:23 pm IST)