Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

યુકેમાં કોરોના માટેની ફાઇઝર-બાયોએનટેક રસીને મંજૂરી: રસીકરણની પ્રક્રિયા શરૂ થશે

રસીને મોટાપાયે ઉપયોગ માટે મંજૂરી આપનારો પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : યુકેમાં કોરોના વાઇરસ માટેની ફાઇઝર-બાયોએનટેક રસીને મંજૂરી આપી છે, આ સાથે કોરોનાની રસીને મોટાપાયે ઉપયોગ માટે મંજૂરી આપનારો પહેલો દેશ યુકે બન્યો છે.

બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે આ રસી કોરોના વાઇરસ સામે 95% રક્ષણ આપે છે અને લોકોને આપવા માટે સુરક્ષિત છે.

બ્રિટન થોડા જ દિવસોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરી શકે છે. યુકેએ પહેલાંથી 40 મિલિયન ડૉઝનો ઑર્ડર આપી દીધો છે, જેમાં 20 મિલિયન લોકોનું રસીકરણ થઈ શકે છે.

નજીકના ભવિષ્યમાં બીજા 10 મિલિયન ડૉઝ પણ મળી રહેશે.

(1:19 pm IST)