Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમેરિકામાં કોરોના બેફામ બન્યો, એક જ સપ્તાહમાં ૧૦ હજારના મોત, આજે સવાર સુધીમાં વધુ બે લાખ લોકોને કોરોનાવાયરસ વળગ્યો, મહાસત્તા અમેરિકા કોરોના સામે ઘૂંટણિયે પડી ગયું, મહામારીએ વિકરાળ સ્વરૂપ લીધુ, કુલ મૃત્યુઆંક સવા લાખથી વધુ, દોઢ કરોડની આસપાસ લોકો સંક્રમિત થયા, ન્યુયોર્ક, ન્યુજર્સી અને કેલિફોર્નિયામાં સૌથી ખરાબ સ્થિતિ, ફરી લાગુ થવા લાગ્યા પ્રતિબંધો: દુનિયાને અચાનક અલવિદા કરી ગયેલા રાજકોટના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું જીવન પ્રેરણારૂપ, વ્યક્તિ એક વિશેષતા અનેક, ફટાફટ નિર્ણય, ધડાધડ કામ, કાયદા ક્ષેત્રે અદ્ભુત જ્ઞાન, જાહેરજીવનમાં વિશાળ ચાહક વર્ગ, વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ સહિતના ટોચના મહાનુભાવો દ્વારા શ્રદ્ધાંજલિ, અભય ભાઈ અને અકિલા પરિવાર: સ્નેહની અતૂટ કડી, કાયા રૂપે નહીં તો કાર્ય રૂપે સદા ધબકતા ઝબકતા રહેશે, આપની યાદ ચિરંજીવી રહેશે, ભારદ્વાજ પરિવાર અને અકિલા પરિવારનો અતૂટ આત્મીય નાતો: છ દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલન હવે ઉગ્ર બનતું જાય છે, દિલ્હી કૂચ માટે સૌથી મોટી તૈયારી શરૂ, ચીલ્લા બોર્ડર ઉપર હલ્લાબોલ, પંજાબ અને હરિયાણાથી રવાના થશે ટ્રેક્ટર: રાજકોટમાં સવાર સુધીમાં કોરોનાએ વધુ 10ના જીવ લીધા, સુરેન્દ્રનગરમાં પણ વધુ દસ મૃત્યુ નોંધાયા, કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો થવાનું વલણ યથાવત, નલિયામાં 15.1 ડિગ્રી રાજકોટમાં ૧૬.૨ ડિગ્રી લઘુતમ તાપમાન આજે વહેલી સવારે નોંધાયું: ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, જાનની સ્કોર્પિઓ ઉપર રેતી ભરેલો ટ્રક ખાબકતાં આઠ જાનૈયાના મોત: કોરોના સામેનો જંગ જીતી રહ્યું છે ભારત, દસ દિવસથી રોજ ૫૦,૦૦૦થી ઓછા કેસ, આજે ૩૮ હજાર આસપાસ કેસ નોંધાયા: ભારતમાં રશિયન રસી સ્પુટનિકની આખરી તબક્કાની ટ્રાયલ શરૂ, શુભ સમાચાર: પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા 11 દિવસમાં લગભગ દોઢ રૂપિયાનો વધારો થયો, જનતા ટેન્શનમાં: ખેડૂતોના સમર્થનમાં 30 પૂર્વ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા, પોતાના એવોર્ડ પાછા આપી દેશે: જાણીતા અભિનેતા અને સાંસદ સની દેઓલને કોરોના પોઝિટિવ પડ્યો: ઉત્તર પ્રદેશમાં સેનેટાઈઝર છાંટીને બે યુવાનોને જીવતા સળગાવી દેવાયા: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ, યોગી આદિત્યનાથ મુંબઈ પહોંચ્યા, અક્ષય કુમાર અને કૈલાશ ખેરને મળ્યા, મુંબઈના ફિલ્મ ઉદ્યોગને ઉત્તર પ્રદેશ ખેંચી જવાનો પ્રયાસ થઇ રહ્યાનું શિવસેનાનું મંતવ્ય, હિંમત હોય તો ફિલ્મ સિટીને મુંબઈથી લઈ જઈને બતાવો: ઉદ્ધવ ઠાકરેનો પડકાર: બિહારમાં દર્દભરી ઘટના બહાર આવી, પત્ની અને પાંચ બાળકોના કુહાડીથી કટકા કરી પછી કહ્યું કે આ બધી હત્યાઓ ભૂતે કરી છે: એન.આર.આઇ.ને મોદી સરકાર મોટી ભેટ આપશે, વિદેશમાં રહેતા ભારતીય લોકો હવે ઘર બેઠા મતદાન કરી શકશે, સરકાર પોસ્ટલ બેલેટની સુવિધા આપવા વિચારી રહી છે: શિરડી સાંઇબાબા મંદિરમાં નક્કી કરાયો ડ્રેસકોડ, અશ્લીલતાનું પ્રદર્શન કરતા ટૂંકા વસ્ત્રોમાં મંદિર પ્રવેશ નહીં મળે: ચીન ફરી એકવાર ચંદ્ર ઉપર પહોંચ્યું, સફળતાપૂર્વક અંતરિક્ષ યાન ઉતાર્યું: ઉત્તર કોરિયાના માથા ફરેલ કિમ જોંગ ઉને ગુપ્ત રીતે પરિવાર સાથે ચીનની કોરોના રસી લગાવી: કચ્છમાં ત્રણ મોટર અકસ્માતમાં ત્રણના કરૂણ મૃત્યુ: ભુજની જેલમાં બંધ રહેલા પાકિસ્તાની કેદીનું મૃત્યુ: અમદાવાદની રાજ skyline હોટેલમાં એશિયા ભરના food મળશે, ગુજરાતની સૌથી મોટી ફાઈવ-સ્ટાર હોટલ બની: અમદાવાદના ચીફ ફાયર અધિકારી દસ્તુર કોરોનાથી સંક્રમિત બન્યા: ધોરાજીના લુહાર જ્ઞાતિના યુવાન અગ્રણી દિનેશ દાવડાનો કોરોનાએ યુકેમાં ભોગ લીધો: ટંકારા પંથકમાં ૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ માં બે શખ્સો પોલીસના સકંજામાં

(1:04 pm IST)