Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

કોરોના રસી અંગે ટુંક સમયમાં મળી શકે છે શુભ સમાચાર

ભારતમાં રશીયન રસી સ્પુતનિક-V ની આખરી તબકકાની ટ્રાયલ શરૂ

નવી દિલ્હી તા. ર : ભારતમાં રશીયન રસીની સફળતાની રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. ભારતમાં રશીયન વેકસીન સ્પુટનીક-પના બીજા અને ત્રીજા તબકકાની ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. ડો. રેડ્ડીઝ અને રશીયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) એ મંગળવારે કહ્યું કે તેમણે ભારતમાં સ્પુટનીક-પ કોરોના રસીના બીજા અને ત્રીજા તબકકાના નિદાનિય પરીક્ષણો શરૂ કયાસ્ છે કસૌલી ખાતેની કેન્દ્રીય ઔષધિ પ્રયોગશાળામાંથી જરૂરી મંજુરી મળ્યા પછી પરીક્ષણ શરૂ કરાયું છે.

હૈદ્રાબાદની દવા નિર્માતા કંપની ડો.રેડ્ડીઝ અને આરડીઆઇએફ એ સંયુકત બયાનમાં કહ્યું કે આ એક બહુકેન્દ્રીય અને નિયંત્રીત અભ્યાસ હશે જેમાં સુરક્ષા અને પ્રતિરક્ષાભક અભ્યાસ સામેલ હશે. જે એસએસ મેડીકલ રિસર્ચ દ્વારા કલીનીકલ રિસર્ચ પાર્ટનરના રૂપમાં આ પરિક્ષણો કરાઇ રહ્યા છે. આ ઉપરાંત ડો. રેડ્ડીઝે જૈવ પ્રાદ્યૌગીકી ઉદ્યોગ અનુસંઘાન સહાયતા પરિષદ, જૈવ પ્રાદ્યૌગીકી વિભાગ (ડીબીટી) સાથે સલાહકાર સહાયતા માટે અને રસીના નૈદાનિક પરિક્ષણો માટે સમજુતિ કરી છે.

હાલમાંજ આરડીઆઇ એફએ નૈદાનિક પરિક્ષણ ડેટાના બીજા વચગાળાના વિશ્લેષણની જાહેરાત કરી હતી જેમાં કહેવાયું હતું કે પહેલા ડોઝ પછી ર૮માં દિવસે રસીએ ૯૧.૪ ટકા અસર બતાવી હતી જયારે પહેલા ડોઝના ૪ર દિવસ પછી ૯પ ટકાથી વધારે અસરકારતા જોવા મળી હતી. હાલમાં ૪૦૦૦૦ સ્વયંસેવક સ્પુતનીક-પના નૈદાનિક પરીક્ષણોના ત્રીજા તબકકામાં ભાગ લઇ રહ્યા છે.

(12:51 pm IST)