Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો બની બે વયોવૃદ્ધ દાદી : કંગનાને પણ આપ્યો જડબાતોડ જવાબ

બઠિંડાની મહિંદર કૌર અને બરનાલાની જનગીર કૌર દરેકને પ્રેરણા આપી રહી છે: કંગનાએ બિલકિસ બાનો ગણાવતા કહ્યું 'હું પૈસા માટે કેમ આંદોલનમાં જઈશ? બલ્કિ હું તો દાન કરીશ

પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ દિલ્હીની સરહદો પર પડાવ લગાવ્યો છે અને આખા દેશને મોટો સંદેશ આપ્યો છે. કૃષિ કાયદાની વિરુધ્ધ રસ્તાઓ ઉપર ઉતરનારા ખેડૂતોમાં તમામ વયના લોકો છે, પછી તે પુરુષો હોય કે સ્ત્રીઓ. પંજાબની બે વૃદ્ધ મહિલાઓ જેમની ઉંમર 80 વર્ષથી વધુ છે, તેઓ પણ આ પ્રદર્શનમાં જોડાયા છે અને ચર્ચાનું કેન્દ્ર બની છે. બઠિંડાની મહિંદર કૌર અને બરનાલાની જનગીર કૌર ખેડૂત આંદોલનનો ચહેરો બની ચૂકી છે. દરેકને પ્રેરણા આપી રહી છે.

ફતેહગઢના જાંદિયા ગામમાં રહેનારી મોહિંદરના પરિવારની પાસે 12 એકર જમીન છે. મોહિંદરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ કમરથી ઝૂકીને ચાલી રહ્યા છે અને હાથમાં ભારતીય કિસાન યુનિયનનો ઝંડો છે. મોહિંદરે જણાવ્યું કે હું ખેડૂત આંદોલનમાં જતી રહીશ. એક મહિના પહેલા હું સંગત ગામના એક પેટ્રોલ પંપમાં પ્રદર્શન માટે ગઈ હતી. જ્યાં મારો ફોટો ક્લીક કરવામાં આવ્યો હતો. હવે એ જ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

મોહિંદરની તસવીર શેર કરી નિશાન સાધનાર કંગના રનૌત ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. હકિકતમાં કંગના મોહિંદરને 82 વર્ષીય બિલ્કિસ બાનો સમજી ટ્વીટ કર્યું. જે સીએએની વિરુદ્ધ શાહીન બાગનો ચહેરો હતા અને ટાઈમ મેગેજીનને તેમને 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં શામિલ કર્યા હતા. કંગનાએ ટ્વીટ કરી લખ્યું કે આ એ જ દાદી છે જેને ટાઈમ્સ મેગેજીને મોસ્ટ પાવર(ફુલ) ગણાવ્યા હતા. અને આ 100 રુપિયામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાની પત્રકારોએ શરમજનક રીતે ભારત માટે આંતરરાષ્ટ્રીય પીઆરને હાયર કરી લીધું છે. આપણને એવા લોકોની જરુર છે જે વૈશ્વિક રીતે આપણા માટે બોલે.'

કંગનાના ટ્વીટ પર જવાબ આપતા મોહિંદરે કહ્યું કે તેમના પરિવાર પાસે પર્યાપ્ત પૈસા છે. તેમણે કહ્યું કે, 'હું પૈસા માટે કેમ આંદોલનમાં જઈશ? બલ્કિ હું તો દાન કરીશ. મોહિંદરે સપ્ટેમ્બર મહિનામાં પતિ લાભસિંહની સાથે બાદલ ગામમાં કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતુ. તેણે કહ્યું હવે હું દિલ્હી જઈશ

જ્યારે બીજી દાદી બરનાલા જિલ્લાના કટટૂ ગામના જંગીર કૌર છે. 80 વર્ષના જંગીરની પાસે એક એકર જમીન છે. તેમને પણ આ ઉમંરમાં ખેડૂત આંદોલનમાં ભાગ લેવા બદલ વાહ વાહી મળી રહી છે. જંગીર કહે છે કે હું માટીના સપૂતોનો સાથ આપવા માંગુ છું જે પોતાના હક માટે લડી રહ્યા છે. હું ઈચ્છુ છુ કે સરકાર અમારી માંગો પર ધ્યાન આપે. જેથી અમને અમારી જમીન ખોવાનો ડર ન રહે.

(12:51 pm IST)