Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

બાયો હેકિંગથી હેકર્સ વૈજ્ઞાનિકને જીવલેણ વાયરસ સર્જવા પ્રેરી શકે : સંશોધનમાં દાવો

કોરોનાની રસી વિકસાવવા પર પણ જોખમ સર્જાઇ શકે

નવી દિલ્હી : ઇઝરાયલની બેન ગુરીઓન સ્થિત નેગેવ યુનિવર્સિટીના સંશોધકોએ બાયોહેકિંગના નવા સ્વરૂપને શોધી કાઢયું છે જે અજાણ ડીએનએ વિજ્ઞાનીઓને ઘાતક વાઇરસ સર્જવા ભણી દોરી શકે છે. આને કારણે કોરોનાની રસી વિકસાવવા પર પણ જોખમ સર્જાઇ શકે છે.નેગેવ યુનિવર્સિટીના સંશોધકોનો અભ્યાસ નેચર બાયોટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે ડીએનએ સિન્થેસીસ વ્યાપક બનવા સાથે સિન્થેટીક ડીએનએના ક્રમને અસ્તવ્યસ્ત કરે તેવા સાયબર એટેકને પગલે એક એવા ન્યુકલિઇક એસિડના સિન્થેસીસ ભણી દોરી શકે છે જે પેથોજેનિક ઓર્ગેનિઝમ અથવા હાનિકારક પ્રોટીનમાં સમાઇ શકે છે.

સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે હવે જોખમી તત્વોને ભયંકર પદાર્થ મેળવવા કે તેને પહોંચતો કરવા માટે તેના ભૌતિક સ્વરૂપને મેળવવાની જરૂર રહી નથી. આવા તત્વો ટાર્ગેટેડ સાયબર એટેક્સ વડે તેમના વતી વિજ્ઞાાનીઓને ઝેરી તત્વો અથવા સિન્થેટીક વાઇરસ પેદા કરવા માટે છેતરી શકે છે.

સંશોધકોઓ વધારે ફોડ પાડતાં જણાવ્યું હતું કે તમામ બિઝનેસ સેક્ટર્સમાં સાયબર સિક્યુરિટી બાબતે ચિંતા વધી રહી છે. હવે મલિન ઇરાદાઓ ધરાવતાં હેકર્ટ દ્વારા ડીએનએ મેળવી લેવાની શક્યતાઓ વધવા સાથે વધારે સાયબર સિક્યુરિટીની જરૂરિયાત અનુભવાઇ રહી છે.

ખાસ કરીને સિન્થેસીસ સમુદાય દ્વારા સાયબર બાયો-એટેક મામલે પુરતી જાગૃતિ ન હોવાથી ઘણી એકેડેમિક લેબોરેટરીઓમાં ફાયરવોલનો અભાવ હોય છે. સાયબર સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે સંશોધકોમાં થતી વિચારની આપ-લેના કમ્યુનીકેશનની અખંડિતતા જળવાતી નથી.જ્યારે ઓર્ડર પુરો કરવાનો હોય ત્યારે મોટાભાગના ડીએનએ સિન્થેસીસ પ્રોવાઇડર્સ ઓર્ડરની દરેક સિકવન્સને તેમના બ્રોબ્લમેટિક સિકવન્સના ડેટાબેઝમાં શોધે છે. જો તે મોજૂદ ન હોય તો ઓર્ડર પુરો કરવામાં આવે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે પેથોજેનિક સિકવન્સનો વિશદ ડેટાબેઝ ન હોવાથી અને યુએસ નેશનલ હેલ્થ ઇન્સ્ટિટયુટની જુની ગાઇડલાઇન્સ પણ આઉટડેટેડ હોવાથી જોખમ વધ્યું છે.

દર વર્ષે કમર્શિયલ ડીએનએ સિન્થેસીસ ગ્રાહકોને અબજો ન્યુક્લિઇઓટાઇડસ વેચે છે. જેના દ્વારા મિલિયન્સ ઓફ ડોલરની કમાણી થાય છે. જે સિકવન્સ શંકાસ્દ લાગે તેને સલામતિ અને વૈધતા માટે ચકાસવા માટે માનવ દ્વારા તપાસ કરાવવી પડે.આમ કરવાનું મોંઘુ પડે છે અને તેમાં સમય પણ વેડફાય છે. વળી વિશદ પેનિસ્ટ્રેશન ટેસ્ટિંગના અભાવે અમુક પેથોજેનિક સિકવન્સ સ્ક્રિનીંગ ફ્રેમવર્કમાં ઝડપાતી નથી. આવી સિકવન્સો ભારે જોખમકારક નીવડી શકે છે. સંશોધકોએ એક ઝેરી પેપ્ટાઇડના ડીએનએ એન્કોડિંગનો અમલ કરી દર્શાવ્યું હતું કે તે સ્ક્રિનિંગ ગાઇડલાઇન્સના પાલન દ્વારા પકડી શકાયું નહોતું. આ ઓર્ડર અનુસાર ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.

આ અંગેની વિગતો ગુપ્ત રાખવામા આવી હતી પણ ઇન્ટરનેશનલ જિન સિન્થેસીસ કોન્સોર્ટિયમને આ જોખમ અને તેને દૂર કરવાની જાણ કરવામાં આવી હતી તેમ સંશોધકોની ટીમે જણાવ્યું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે અમારી સૂચના બાદ બાયોસિક્યુરિટીના કારણસર ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો પણ આ સાયબર જોખમ હવે વાસ્તવિક બની રહ્યું છે. હવે ડિજિટલ અને ફિઝિકલ વચ્ચેની ભેદરેખાં ધૂંધળી પડી રહી છે. બાયોટેક લેબમાં ઓટોમેશન વધવા સાથે આ જોખમ ખરેખર વધી ગયું છે.

(11:14 am IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 95 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 31,357 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,31,109 થઇ :એક્ટીવ કેસ 4,22,347 થયા : વધુ 36,099 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,67,902 રિકવર થયા :વધુ 467 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,627 થયો access_time 12:09 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 32,407 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94,95,661 થઇ :એક્ટીવ કેસ 4,28,390 થયા : વધુ 38,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,26,950 રિકવર થયા :વધુ 431 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,090 થયો access_time 12:15 am IST

  • હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓ પી ચૌટાલા ને કોરોના પોઝિટિવ આવતા તેમને દિલ્હી-ગુડગાવની મેંદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 12:04 am IST