Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અઠવાડિયામાં રાજ્યસભાના બે સભ્યોના નિધનની પ્રથમ ઘટના : બન્ને બેઠકોની પેટાચૂંટણી થશે

૨૦૧૬માં રાજ્યસભાના તત્કાલીન કોંગી સભ્ય પ્રવિણ રાષ્ટ્રપાલનું અવસાન થયેલ

રાજકોટ તા. ૨ : ગુજરાત રાજ્યસભાના કોંગ્રેસી સભ્ય શ્રી અહેમદ પટેલનું ગઇ તા. ૨૫મીએ અવસાન થયેલ. બીજા સભ્ય ભાજપના શ્રી અભયભાઇ ભારદ્વાજનું ગઇકાલે અવસાન થયું છે. અઠવાડિયામાં રાજ્યસભાના બે સભ્યોનું અવસાન થયું હોય તેવી ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બની છે. બન્ને બેઠકોની ૬ મહિનામાં પેટાચૂંટણી થશે. અગાઉ મે-૨૦૧૬માં તે વખતના કોંગી સભ્ય શ્રી પ્રવિણ રાષ્ટ્રપાલનું અવસાન થયું હતું. શ્રી અહેમદ પટેલ જુલાઇ ૨૦૧૭માં રાજ્યસભામાં ચૂંટાયા હતા. શ્રી ભારદ્વાજ જુન-૨૦૨૦માં ચૂંટાયેલા. રાજ્યસભાના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોય છે. બન્ને બેઠકોની બાકીના કાર્યકાળ માટે ચૂંટણી થશે. પેટાચૂંટણી બેઠક ખાલી થયાના ૬ મહિનામાં આવવાપાત્ર હોય છે. ગુજરાતમાં રાજ્યસભાની ૧૧ બેઠકોની ભાજપમાંથી ૭ અને કોંગ્રેસમાંથી ૪ સભ્યો ચૂંટાયેલા. બન્ને પક્ષના એક-એક સભ્યએ ચિરવિદાય લેતા હવે બન્ને પક્ષનું સંખ્યાબળ અનુક્રમે ૧૦ અને ૩ સભ્યોનું થઇ ગયું છે. વિધાનસભામાં હાલ કોંગ્રેસના ૬૫ અને ભાજપના ૧૧૧ સભ્યો ચૂંટાયેલા છે.

(11:13 am IST)
  • બોલીવુડ અભિનેતા અને ગુરદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે : રાજ્ય આરોગ્ય સચિવ : સની દેઓલ છેલ્લા મહિનાથી હિમાચલ પ્રદેશમાં હતો access_time 12:04 am IST

  • ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટરો : 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાલ : એક કરોડ જેટલા ટ્રક ડ્રાયવરોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટની ઘોષણાં : આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ખોરવાઈ જશે access_time 5:52 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 32,407 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94,95,661 થઇ :એક્ટીવ કેસ 4,28,390 થયા : વધુ 38,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,26,950 રિકવર થયા :વધુ 431 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,090 થયો access_time 12:15 am IST