Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ખેડૂત આંદોલનને સમર્થન કરવા પહોંચેલી બિલ્કિસ બાનોની સિંધુ બોર્ડર પરથી ધરપકડ

શાહીનબાગની દાદી બિલ્કિસ બાનોએ કહ્યું હતું કે અમે ખેડૂતોની દીકરીઓ છીએ, એથી અમે ખેડૂતોના આ વિરોધને સમર્થન કરવા જઈએ છીએ

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર પ્રોટેસ્ટનો ચહેરો અને શાહીનબાગની દાદી બિલ્કિસ બાનોની સિંધુ બોર્ડર પરથી પોલીસે ધરપકડ કરી છે. તેઓ ખેડૂતોના આંદોલનને સપોર્ટ કરવા માટે સિંધુ બોર્ડર પર પહોંચ્યાં હતાં.

આ અગાઉ બિલ્કિસ બાનોએ કહ્યું હતું કે 'અમે ખેડૂતોની દીકરીઓ છીએ, એથી અમે ખેડૂતોના આ વિરોધને સમર્થન કરવા જઈએ છીએ. અમે અમારો અવાજ ઉઠાવીશું. સરકારે અમારી વાત સાંભળવી જોઈશે.'
 બિલ્કિસદાદી નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનમાં જ ફકત દેખાયાં હતાં. તેઓ સવારથી લઈને સાંજ સુધી ત્યાં ધરણાં કરતાં પણ દેખાયાં હતાં. તેમણે આ વિરોધમાં છેલ્લે સુધી સાથ આપ્યો હતો

(10:47 am IST)