Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈ ભારદ્વાજનો 1977થી જનતા પાર્ટીમાં સક્રિય પ્રવેશ : 23 વર્ષની વયે રાજકોટ શહેર-જિલ્લા ભાજપના મંત્રી બન્યા

ચર્ચિત ગુલબર્ગ સોસાયટી કેસ,જયંતી ભાનુશાલી મર્ડર કેસ સહીત અનેક કેસ લડ્યા

અમદાવાદ : રાજ્યસભાના સાંસદ અભયભાઈ  ભારદ્વાજનું ચેન્નાઇની હોસ્પિટલમાં નિધન થયુ છે. અભયભાઈ  ભારદ્વાજ કોરોના સંક્રમિત હતા અને ફેફ્સામાં તકલીફ થતા રાજકોટથી ચેન્નાઇ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અભયભાઈ ભારદ્વાજનો પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીજા શહેરમાં જન્મ થયો હતો. અભયભાઈ  ભારદ્વાજ 1977થી જનતા પાર્ટીમાં સક્રિય રીતે પ્રવેશ્યા હતા. 23 વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું.

અભયભાઈ  ભારદ્વાજ 2002ના રમખાણોના ગુલબર્ગ સોસાયટી કેસમાં આરોપીઓના વકીલ હતા. અભયભાઈ  ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો હતો.તેઓને જુલાઇ 2019માં ગુજરાત સરકારે તેમણે અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા. નિવૃત IAS પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તે વકીલ હતા.

(12:00 am IST)