Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દિક્ષાપ્રદાતા પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં મુંબઇમાં વૈરાગી પલકબેન બન્યા નવદિક્ષીત પૂ.રત્નજયોતજી મહાસતીજીઃ શનિવારે વડી દિક્ષા

રાજકોટઃ તા.૨, શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ હિંગવાલા લેન , ઘાટકોપર ખાતે દિક્ષાપ્રદાતા પૂ. ધીરગુરૂદેવના વરદ્ હસ્તે શાસન ચંદ્રીકા પૂ. હીરાબાઇ મ.સ. પૂ.જયોતિબાઇ મ.સ. પરિવારના પૂ. ભારતીબાઇ મ.સ.ની સમીપે વૈરાગી કુ. પલકબેન દોશીનો શાનદાર દીક્ષા મહોત્સવ રંગેચંગે ઉજવાયેલ.

દિક્ષા પ્રસંગે શનિવારે વિદાયમાન સંજય શાહે કરાવતા અનેકની આંખો અશ્રુસભર બની હતી. સ્વાધ્યાય પાઠમાળાની વિમોચન વિધિનો રમાબેન સી દફતરી વગેરેએ ૭માં લાભ લઇને ૧૧ સંતો, ૭૧ મહાસતીજીઓને અર્પણ કરતાં નુતન દોશી આનંદ  વિભોર બન્યા હતા.

તા.૧ને રવિવારે સવારે જયોત્સનાબેન રજનીભાઇ ખંધાર વોરાની રજવાડી નવકારશી રાખેલ.

નયનરમ્ય ડુંગર દરબારનો નજારો સંત-સતીજીઓથી શોભાયમાન બન્યો હતો. મંગલાચરણ બાદ કુ. રાજવી વોરાએ સ્વાગત નૃત્ય અને માસ્ટર ધ્યાનમ અમર દોશીએ અંગ્રેજીમાં દીક્ષાની મહત્તા સમજાવ્યા બાદ સંઘના પ્રમુખ બિપીનભાઇ સંઘવીએ આવકાર પ્રવચન કરેલ.

 વૈરાગી પલકબેને પ્રવચનમાં સંસારી જીવનની અસારતાનું સચોટ વર્ણન કરી કહેલ કે પ્રભુ જવાને બદલે પારકી પંચાત તરફ ચાલ્યા જવાશે તો જીવનનો શું ફાયદો?

દિક્ષાર્થીના શુકનવંતા પ્રતીકોના ચડાવામાં રજત શ્રીફળનો ૭માં અસ્મીતા હિતેશ જસાણી, જીવદયા કળશનો ૭માં સરોજબેન બકુલભાઇ મહેતાના ૭૫માં નયનાબેન રૂપાણી, મીલીબેન, જીગરભાઇ શેઠ, પારૂલબેન ઉર્વીશભાઇ વોરા તેમજ ચેઇનનો રાજવી અને યશ વોરા, હિરાની અંગુઠીનો ગુલાબચંદજી કોઠારી અને નવકારવાનીનો દક્ષા મુકેશ કામદાર, મીના વિનોદ લાખાણીએ  લાભ લીધેલ.

અષ્ટ મંગલનો રમીલા લાઠીયા, ઇલા શાહ, ભવ્યા તેજવી કોટીચા, આરતી  અનિલ વિરાણી, પ્રતિમા પારેખ, આશા મણીયાર, માનસી પારેખ, જયવંતભાઇ જસાણી પરિવારે લાભ લીધેલ.

 દીક્ષા પ્રસંગે શ્રીમતી વિદ્યાપીઠ-જ્ઞાનદાતા યોજનાની ટહેલ કરતા લાખો રુપિયાનું ફંડ થયેલ.

આ પ્રસંગે કલકતા, જલગાંવ, રાયપુર, રાજકોટ, પોરબંદર, આકોલા, વાસી, બોરીવલી, વાલકેશ્વર, પૂના, વિલેપાર્લે, એમ્બેવલી, રેસકોર્ષ પાર્ક, મનહર પ્લોટ, અમેરીકા, લંડન, મસ્કન, અંધેરી, પવઇ, કલ્યાણ, ડોંબીવલી, ઘાટકોપર, અમદાવાદ, સુરત, અમરાવતી વગેરે દેશ-વિદેશના ભાવિકોની હાજરી હતી.

પૂ. મનહરમૂનિ મ.સા. , વિમલમૂનિ મ.સા.,પૂ.જયેશમૂનિ મ.સા., પૂ. ધનેશમુનિ મ.સા. સહિત ૧૧ સંતો અને વિવિધ સંપ્રદાયના ૭૧ મહાસતીજી બિરાજતા હતા. શનિવારે વડી દીક્ષા વિધિ રાજાવાડી જૈન સંઘમાં યોજાશે.

(3:20 pm IST)