Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પુલવામા બાદ જૈશનાં આતંકીઓ બનાવવા માંગતા હતા દિલ્હીને ટાર્ગેટ : NIA ચાર્જશીટમાં કરાયો દાવો

સાઉથ બ્લોક, સચિવાલય, સિવિલ લાઈન્સ, લોધી એસ્ટેટની રેકી પણ કરી ચુક્યા હતા

નવી દિલ્હી : પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પુલવામાં હુમલા પછી પણ ચૂપ ન હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિને અંજામ આપ્યાં બાદ દિલ્હીમાં હુમલો કરવાના ષડયંત્ર રચી રહ્યાં હતા. અને તે માટે એક યુવક આત્મઘાતી હુમલાખોર બનવા માટે તૈયાર થઈ ગયો હતો. આતંકીઓ દિલ્હીના વીઆઈપી વિસ્તાર જેવા કે સાઉથ બ્લોક, સચિવાલય, સિવિલ લાઈન્સ, લોધી એસ્ટેટની રેકી પણ કરી ચુક્યા હતા

   પુલવામા હુમલા બાદ એનઆઈએ દ્વારા અનેક ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આતંકીઓની મેલી મુરાદ સામે આવી હતી. સપ્ટેમ્બરમાં ફાઈલ થયેલી ચાર્જશીટ મુજબ આતંકીઓ દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં દહેશત ફેલાવવા માગતા હતા.

   એનઆઈએની તપાસમાં એવો પણ ખ્યાલ આવ્યો છે કે પાકિસ્તાન સ્થિત આતંકીઓ પોતાની ઓળખ છુપાવવા માટે વર્ચુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા. વર્ચુઅલ મોબાઈલ નંબર સર્વરથી કામ કરે છે. એનઆઈએની ચાર્જશીટમાં વિસ્તારથી બતાવાયું છે કે કઈ રીતે આતંકી અમેરિકામાં જનરેટ કરવામાં આવેલા વર્ચુઅલ નંબરથી ભારતમાં હુમલાની તૈયારીઓ કરી રહ્યાં હતા. આ નંબરથી વ્હોટસએપ પણ ચલાવવામાં આવતું હતું.

(2:08 pm IST)