Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ચૌદ વર્ષની પુત્રીને બાંધી રાખીઃ નરાધમ બાપ સામે ગંભીર આરોપ

જાલોર રાજસ્થાન, તા. ર :  બાગોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ગામડાની સગીરાએ પોતાના પિતા પર તેને જંજીરોથી બાંધી રાખવાનો અને બળાત્કાર કરવાનો આરોપ મુકયો છે. પોલીસે કેસ નોંધી લીધો છે અને આજે એટલે કે સોમવારે તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ગિરધરસિંહ અનુસાર, છોકરીના મામાએ રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું કે તેની બહેનના લગ્ન આરોપી સાથે થયા હતા પણ તે મારપીટ કરતો હતો. જેના કારણે તેમના સંબંધો ખરાબ થતા તેના બીજી જગ્યાએ લગ્ન કરાવી દેવાયા હતા. જયારે તેની ભાણેજ પોતાના પિતા સાથે રહેતી હતી. આરોપી તેને જંજીરોથી બાંધીને રાખતો હતો.

શુક્રવારે સગીરા પોતાના પિતાને ત્યાંથી છટકીને મોસાળ આવી હતી અને આ અંગેની માહિતી આપી હતી. પોલીસે આ કેસમાં પોકસો સહિત અન્ય કલમો લગાવીને કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપીના પરિવારની એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા આ સગીરાએ તે બન્નેને આપતિજનક સ્થિતિમાં જોઇ લીધા હતા. આ કારણે આરોપી પિતા અને તે મહિલા બાળકીને જંજીરોમાં બાંધીને રાખતા હતા.

પોલીસને અપાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે જયારે સગીરા મામાના ઘરે પહોંચી ત્યારે તેના પગમાં લોખંડની જંજીરો હતી. તેના પર ત્રણ તાળા મારવામાં આવતા હતા. સગીરાએ જણાવ્યા અનુસાર તેનો પિતા તેને જીંજીરોમાં જકડીને રાખતો હતો અને તેની સાથે બળાત્કાર કરતો હતો. આ સગીરાના પિતાએ ૭ વર્ષ પહેલા પોતાની પત્નિ એટલે કે તેની માતાને ઘરેથી કાઢી મુકી હતી.

(1:07 pm IST)